World News/ 10 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા શી જિનપિંગ, ટ્રમ્પે એરપોર્ટ પર કર્યું ખાસ સ્વાગત

10 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping 3 દિવસીય પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોટોકોલ તોડી એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું છે.

Top Stories World
Xi Jinping 10 વર્ષ બાદ પહોંચ્યા અમેરિકા

World News: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રણ દિવસની સ્ટેટ વિઝિટ માટે અમેરિકા પહોંચી ગયા છે. જિનપિંગ પોતાની પત્ની પેંગ લિયુઆન સાથે વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે જ્વોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ પર તેમનું સ્વાગત કર્યું હતું.

વિદેશી નેતાનું અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા એરપોર્ટ પર વ્યક્તિગત રીતે સ્વાગત કરવું સામાન્ય કરતાં અલગ અને દુર્લભ હાવભાવ માનવામાં આવે છે.

એરબેઝ પર રેડ કાર્પેટ સાથે સ્વાગત

જિનપિંગના(Xi Jinping ) આગમન સમયે એન્ડ્ર્યૂઝ એરબેઝ પર ઔપચારિક સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ટ્રમ્પ અને મેલાનિયાએ જિનપિંગ તથા પેંગ લિયુઆનનું સ્વાગત કર્યું હતું.

બંને નેતાઓએ સૈન્ય સન્માન સાથે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિનપિંગની આ મુલાકાત 23થી 25 સપ્ટેમ્બર સુધીની છે.

Xi Jinping 10 વર્ષ બાદ પહોંચ્યા અમેરિકા

11 વર્ષ બાદ વ્હાઇટ હાઉસની મુલાકાત

શી જિનપિંગની(Xi Jinping ) છેલ્લી સ્ટેટ વિઝિટ અમેરિકામાં 2015માં થઈ હતી. એટલે એક દાયકાથી વધુ સમય બાદ તેઓ ફરી સ્ટેટ વિઝિટ પર અમેરિકા પહોંચ્યા છે.

ગુરુવારે વ્હાઇટ હાઉસમાં જિનપિંગ માટે ઔપચારિક સ્વાગત સમારોહ યોજાશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા થવાની છે.

ટ્રેડ, AI, તાઇવાન અને ઈરાન પર ચર્ચા

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તાઇવાન, દુર્લભ ખનિજો અને ઈરાન જેવા મુદ્દાઓ મહત્વના છે.

બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ ઘટાડવા માટે ચાલી રહેલી વ્યવસ્થા પણ ચર્ચાનો ભાગ બની શકે છે.

Xi Jinping 10 વર્ષ બાદ પહોંચ્યા અમેરિકા

વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન

ગુરુવારે જિનપિંગ(Xi Jinping ) અને પેંગ લિયુઆનના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર યોજાશે. આ કાર્યક્રમમાં અમેરિકાની ટેક્નોલોજી અને બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહેવાની છે. સત્તાવાર કાર્યક્રમ મુજબ શુક્રવારે બંને નેતાઓ નેશનલ આર્કાઇવ્સની મુલાકાત પણ લેશે.

અમેરિકા-ચીન સંબંધો માટે મહત્વપૂર્ણ મુલાકાત

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વની બે મોટી શક્તિઓ વચ્ચે વેપાર અને ટેક્નોલોજી સહિત અનેક મુદ્દાઓ પર મતભેદ યથાવત છે.

તેથી જિનપિંગ(Xi Jinping ) અને ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન થનારી ચર્ચા પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજર રહેશે.


આ પણ વાંચો:પાકિસ્તાની ફાઇટર જેટ્સની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક, કુનારમાં 3નાં મોત

આ પણ વાંચો:સુદાનમાં એક સપ્તાહમાં બે સોનાની ખાણ ધસી પડી, 93નાં મોત; અનેક શ્રમિકો કાટમાળમાં ફસાયા

આ પણ વાંચો:ઉત્તર કોરિયાએ ફરી બેલેસ્ટિક મિસાઇલ છોડી, જાપાનમાં પડી; દક્ષિણ કોરિયાએ બોલાવી NSC બેઠક