Yamuna News: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર એક સ્લીપર બસમાં અચાનક આગ(Yamuna Expressway Bus Fire) લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસમાં આગ ઝડપથી ફેલાતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા છે.
જ્યારે જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ ચાલુ બસમાંથી નીચે કૂદીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. બસમાં આશરે 40થી 50 લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે.
જેવર નજીક બની ગમખ્વાર ઘટના
આ અકસ્માત યમુના એક્સપ્રેસવેના ઝીરો પોઇન્ટથી લગભગ 32 કિલોમીટર દૂર જેવર વિસ્તાર નજીક થયો હતો. આ વિસ્તાર જેવર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.
બસમાં આગ (Yamuna Expressway Bus Fire) લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓએ આખા વાહનને ઘેરી લીધું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ ફાટી નીકળતાં બસમાં બેઠેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોતાની જાન બચાવવા માટે કેટલાક લોકો બસમાંથી નીચે કૂદી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા એટલી હતી કે બસનો મોટો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો.

ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબૂ
બસમાં આગ(Yamuna Expressway Bus Fire) લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
હાલ બસને સંપૂર્ણપણે ઠંડી કરવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ટીમો બસની અંદર પણ તપાસ કરી રહી છે, જેથી કોઈ મુસાફર હજુ ફસાયેલો છે કે નહીં તેની ખાતરી થઈ શકે.
CM યોગી આદિત્યનાથે વ્યક્ત કરી સંવેદના
અકસ્મતમાં થયેલા મોત અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે માટે અધિકારીઓને સૂચના આપી છે.

આગનું કારણ હજુ સ્પષ્ટ નથી
હાલમાં બસમાં આગ(Yamuna Expressway Bus Fire) કયા કારણોસર લાગી તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા બચી ગયેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવી શકે છે.
આ પણ વાંચો:મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ, 112 ટીમે બાળકોને બચાવ્યા; મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, 9 મુસાફરોના મોત
આ પણ વાંચો:ભચાઉના વોંધ પાસે ભયંકર અકસ્માત, મીની બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર બાદ બસમાં લાગી ભીષણ આગ
