Not Set/ ચીન-યુએસ ટ્રેડ વોરથી ભારતનો ફાયદો,વધ્યો નિકાસ

India China US Trade War ચીન સાથે અમરિકાનું વેપાર યુદ્ધ ચાલુ છે અને આનો અંત લાવવા માટે બંને દેશો વચ્ચે કોઈ કરાર થયો નથી. તે ભારત માટે સારી તક જેવી છે. પાછલા એક વર્ષમાં ચીનમાં થનાર નિકાસમાં વધારો થયો છે. ભારત ચીન અને યુ.એસ. વચ્ચેના વેપાર યુદ્ધથી લાભ થઇ રહ્યો છે. ભારતમાંથી ઘણી વસ્તુઓની નિકાસમાં […]

Top Stories World

India China US Trade War ચીન સાથે અમરિકાનું વેપાર યુદ્ધ ચાલુ છે અને આનો અંત લાવવા માટે બંને દેશો વચ્ચે કોઈ કરાર થયો નથી. તે ભારત માટે સારી તક જેવી છે. પાછલા એક વર્ષમાં ચીનમાં થનાર નિકાસમાં વધારો થયો છે.

ભારત ચીન અને યુ.એસ. વચ્ચેના વેપાર યુદ્ધથી લાભ થઇ રહ્યો છે. ભારતમાંથી ઘણી વસ્તુઓની નિકાસમાં ઝડપથી વધારો થયો છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં નિકાસનો રેકોર્ડ કરવાની અપેક્ષા છે. આનો દાવો ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં થયો છે.

અખબાર અનુસાર, એપ્રિલથી ડિસેમ્બર 2018 સુધીમાં, નાણાકીય વર્ષના નવ મહિનામાં, ચીનમાં ભારતની નિકાસ વધીને 12.7 બિલિયન ડૉલર થઈ ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષ 2017-18ના 13.33 અબજ ડૉલરની નિકાસ થઇ હતી. આ કારણે, ચીન સાથેની ભારતની વેપાર ખાધ ઘટીને 40 અબજ ડૉલર થઈ ગઈ છે.

ભારતથી ચીનમાં દરિયાઇ ઉત્પાદનો, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ ઉત્પાદનો, દ્રાક્ષ, ચોખા, વગેરેની નિકાસ વધી રહી છે. યુએસ અને ચાઇનામાં વેપારના તણાવ ના કારણે જે સેક્ટરનો ફાયદો ઉઠાવી શકે, ત્યાં ભારત નિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીન ગયા વર્ષે જુલાઈથી યુએસની આયાત પર ભારે જકાત લાધી છે. આના કારણે, ચીનમાં અમેરિકન ઉત્પાદનોની કિંમતમાં વધારો થયો છે અને ચીની કંપનીઓ કાચા માલસામાન માટે વૈકલ્પિક આયાત માટે દબાણ કરી રહી છે. આવમાં ભારતની ચાંદી થઇ ગઈ છે.

ભારત એક મોટો કૃષિ દેશ છે અને તેના કૃષિ ઉત્પાદનો સસ્તા ભાવોને કારણે વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધાત્મક છે. શંઘાઇ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝ ના સેન્ટર ફોર એશિયા-પેસિફિક સ્ટડીઝ ડાયરેક્ટર ઝાઓ ગાંગછેંગે અખબાર ને જણાવ્યું, ગયા વર્ષ જુલાઈ મહિનાથી જ ચીન ભારત પાસેથી પરંપરાગત રાસાયણિક, સિવાય ચોખા, સોયાબિન, ફળ અને મકાઈ જેવી કૃષિ ઉત્પાદનો નિકાસ ઘણું વધી રહ્યું છે.

ગયા વર્ષે, બંને એશિયાઈ દેશોએ વિવિધ પ્રકારના નિકાસોને પ્રોત્સાહન આપવાનો કરાર કર્યો હતો. ગયા વર્ષે જુલાઈમાં ચીને ભારતથી ચોખાની આયાત માટે 14ની જગ્યાએ 19 રજિસ્ટર્ડ નિકાસકારોને આયાત માટે મંજૂરી આપી હતી. આના કારણે, બાસમતી જ નહીં, બિન-બાસ્માતી ચોખા પણ ચીનમાં નિકાસ શરુ થઇ.

ગયા વર્ષે 1 જુલાઈથી ચીનએ ભારતમાંથી સોયાબીનની આયાત કરવાનું બંધ કર્યું હતું. અગાઉ તેના પર 3 ટકા આયાત ડ્યૂટી લાગતો હતો. એટલું જ નહીં, ભારતીય સોયાબીન મીલ, કેક અને દાડમના નિકાસ માટે, પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવા માટે ચીન અને ભારત વચ્ચે વાતચીત ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે યુએસએ ચીનની 250 અબજ ડોલરની માલની આયાત પર 25 ટકા સુધી આયાત કરમાં વધારો કર્યો હતો. પ્રતિક્રિયામાં, ચીને 110 અબજ ડોલરના મૂલ્યના અમેરિકાના માલસમાનની આયાત પર ફી વધારી દીધી. અમેરિકા ચીનનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. વર્ષ 2017 માં, ચીનમાં યુ.એસ. સાથેનો કુલ વેપાર 635.4 અબજ યુએસ ડોલર હતો. આમાં 129.9 બિલિયન અમેરિકી ડૉલરની નિકાસ અને ચીનની આયાત 505.5 અબજ ડૉલરની છે.