Not Set/ મેઘરાજા હવે તો કરો ખમૈયા, આભમાંથી આશીર્વાદની જગ્યાએ વરસી રહી છે આફત

રાજકોટ સહિત ગુજરાત ના કેટલાક સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આસો માસમાં પણ અષાઢી વાતાવરણ જોવ મળી રહ્યું છે. સતત વરસાદ વરસવાના કારણે આભમાંથી ખેડૂતો પર આશીર્વાદ નહિ પરંતુ આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Top Stories Gujarat Others

રાજકોટ સહિત ગુજરાત ના કેટલાક સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આસો માસમાં પણ અષાઢી વાતાવરણ જોવ મળી રહ્યું છે. સતત વરસાદ વરસવાના કારણે આભમાંથી ખેડૂતો પર આશીર્વાદ નહિ પરંતુ આફત વરસી રહી હોય તેવું લાગી રહ્યું છે.

  • મેઘરાજા હવે તો કરો ખમૈયા
  • આસોમાં જોવા મળી રહ્યો છે અષાઢી માહોલ
  • આભમાંથી આશીર્વાદ ની જગ્યાએ વરસી રહી છે આફત
  • જગત નો તાત કહી રહ્યો છે મેઘરાજા હવે તો કરો ખમૈયા

રવિવાર ના રોજ રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજા એ ધૂંઆધાર બેટિંગ કરી હતી. જેના કારણે કપાસ, મગફળી અને મરચાના પાકને પુષ્કળ નુકશાન થવા પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ૨૧ મી થી ટેકાના ભાવે મગફળી ની ખરીદી ની શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારે ખેડૂતોએ પોતાની વાડીમાં મગફળી ના પાલા પાથરી ને રાખ્યા હતાં. ત્યારે ધોધમાર વરસાદ વરસવા ના કારણે પાથરેલા પાલા વરસાદી પાણીમાં વહી ગયા છે. તો મોટા ભાગની મગફળીમાં ભેજ આવી ગયો છે.

Godhara / ફરી મળી આવી ₹ 16.61લાખની રદ્દ થયેલી ચલણી નોટો

Coronavirus / કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન

ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી માં જે નીતિ નિયમો બનાવ્યા છે તેની અંદર છૂટછાટ આપે. તો સાથે જ ટેકાનો ભાવ જે ૧૦૫૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેની અંદર પણ વધારો કરવામાં આવે. જેથી કરીને ખેડૂતોને થયેલ નુકશાનનું તેને વળતર મળી શકે. તો બીજી તરફ સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે પરંતુ પશુઓ માટે નો જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો. તે પણ પલળી જતા હવે મૂંગા ઢોર ને શું ખવડાવવું તે મોટો પ્રશ્ન સામે આવ્યો છે.

#CoronaUpdate / ગુજરાત માટે રાહતના સમાચાર, લાંબા સમય બાદ નવા કેસ ત્રણ આંકડામાં નોંધાયા

તો બીજી તરફ મગફળી જેવા જ કપાસ અને મરચાના પાક ના હાલ જોવા મળી રહ્યા છે સતત વરસાદ વરસવાના કારણે ચાલુ વર્ષે કપાસના પાકને પણ સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ ગોંડલ તાલુકામાં મરચાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે ત્યારે ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાના કારણે મરચા ના પાક ને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આમ ખેડૂતોને માથે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા પણ રહેલી છે.

Ambaji / નવરાત્રિ પ્રસંગે મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો