Not Set/ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટાઇમ મેગેજીનમાં મળ્યુ સ્થાન, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા લોકોને કરી આ અપીલ

ભારતની ભૂમિ હંમેશાં વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરે છે, વિશ્વ વિખ્યાત તાજમહેલ અહીં સ્થિત છે, કુતુબ મીનાર પણ અહીં છે, ઉપરાંત રાજસ્થાન પણ પર્યટકોને આકર્ષિત કરે છે. તાજેતરમાં જ, ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નામ આ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે એક હોટ ડેસ્ટિનેશન બન્યુ છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નાં નામે બીજી એક સિધ્ધીનો ઉમેરો […]

Top Stories Gujarat Others

ભારતની ભૂમિ હંમેશાં વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરે છે, વિશ્વ વિખ્યાત તાજમહેલ અહીં સ્થિત છે, કુતુબ મીનાર પણ અહીં છે, ઉપરાંત રાજસ્થાન પણ પર્યટકોને આકર્ષિત કરે છે. તાજેતરમાં જ, ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નામ આ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે એક હોટ ડેસ્ટિનેશન બન્યુ છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નાં નામે બીજી એક સિધ્ધીનો ઉમેરો થયો છે, વિશ્વનાં પ્રતિષ્ઠિત મેગેજીન’ ટાઇમ ‘એ પણ તેને વિશ્વનાં 100 મહાન સ્થાનોની નવીનતમ સૂચિમાં શામેલ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સિધ્ધિથી ખૂબ જ ખુશ થયા છે અને તેમણે આ અંગે ખુશી ટ્વિટર પર વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે જેમા તેમણે લખ્યુ છે કે,’શાનદાર સમાચાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને’ ટાઇમ ‘દ્વારા 100 મહાન સ્થાનોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યો છે, થોડા દિવસો પહેલા’ સ્ટેચ્યુ ઓફ યુનિટી’એ એક દિવસમાં 34000 લોકો આવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, ખુશી તે છે કે આ સ્થાન એક લોકપ્રિય પર્યટક સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે.’

આ વિશે, પીએમ મોદીએ એક બીજા ટ્વીટ સાથે લોકોને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા જવાની આશા વ્યક્ત કરી છે, પીએમ મોદીએ લખ્યું છે કે, સરદાર સરોવર ડેમની જળ સપાટી ઐતિહાસિક 134.00 મીટર પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરનાં રોજ સ્વતંત્ર ભારતનાં પ્રથમ ગૃહ મંત્રી, આયર્ન મેન સરદાર વલ્લભભાઇ પટેલની 143 મી જન્મજયંતિ પર તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ કર્યું હતુ. આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી છે. તેની ઉંચાઈ 182 મીટર (597 ફૂટ) છે. તે અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (93 મીટર) થી બમણી છે. જ્યારે રિયો ડી જેનેરિયોનાં ક્રાઇસ્ટ દ રિડીમર ટાવરથી ચાર ગણુ ઉંચુ છે.

તેને બનાવવા માટે કુલ 2,989 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ સ્મારક માટે 6 લાખ ગ્રામિણોએ મૂર્તિ સ્થાપના માટે લોખંડ દાનમાં આપ્યું હતુ. આ માટે 5000 મેટ્રિક ટન આયર્ન જમા કરાયો હતો. આ પ્રતિમા બનાવવાનું કામ પ્રખ્યાત શિલ્પકાર પદ્મ ભૂષણ રામ વનજી સુતારને આપવામાં આવ્યું હતુ. તે અમદાવાદથી 200 કિલોમીટર દૂર આદિવાસી જિલ્લા નર્મદાનાં સરદાર સરોવર ડેમ નજીક બનાવવામાં આવ્યું છે, આ પ્રતિમા સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.