બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં એક શ્રેષ્ઠ અને સફળ અભિનેતા છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે તેમ છતા તે તેના પરિવારને સમય આપવાનું ભૂલતો નથી. અક્ષય ઘણીવાર પોતાના પરિવાર સાથે સમય વિતાવતો જોવા મળે છે. તાજેતરમાં અક્ષય તેની માતા અરુણા ભાટિયા સાથે સમય વિતાવતો જોવા મળ્યો હતો. અક્ષયે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
https://www.instagram.com/p/B1q6jTNnAO8/?utm_source=ig_web_copy_link
અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે તેની માતા સાથે લંડનની ગલીઓમાં ફરતો જોવા મળે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેની માતા અરુણા વ્હીલ ચેર પર બેઠી છે અને અક્ષય તેની સાથે ચાલી રહ્યો છે અને તેની સાથે વાત કરી રહ્યો છે. વીડિયોમાં અક્ષય બ્લેક બોટમ વેયર, પિંક ટી-શર્ટ અને કેપ પહેરેલો જોઇ શકાય છે. આ વીડિયોને શેર કરતાં અક્ષયે લખ્યું, ‘લંડનમાં મારી માતા સાથે સમય વિતાવવા માટે શૂટમાંથી સમય કાઠ્યો. તમે કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય અને મોટા થઇ રહ્યા હોય, તે ક્યારે ભૂલવુ નહી કે તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે. તેથી જ્યારે પણ શક્ય હોય ત્યારે તેમની સાથે સમય પસાર કરો.’અક્ષયની આ વાતને તેના ફેન ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા તેની વાત પર તેના વખાણ કરતા તેમની સહમતી દર્શાવી રહ્યા છે. આ વીડિયો પર અક્ષયની પત્નિ ટ્વિકલ ખન્નાએ પણ કોમેન્ટ કરતા કિસ બનાવ્યો.
https://www.instagram.com/p/By9ir7PHm7Z/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા અક્ષયની માતાની ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અક્ષયે તેની માતાનો ફોટો શેર કર્યો, જેમા તે પથારી પર બેઠા યોગ કરતા જોવા મળ્યા હતા. આ ફોટોને શેર કરતાં અક્ષયે લખ્યું, ‘હું કંઈક શેર કરી રહ્યો છું, જેના પર મને ખૂબ ગર્વ છે. મારી માતાએ ઘૂંટણની સર્જરી પછી 75 વર્ષની ઉંમરે યોગ કરવાનું શરૂ કર્યું હતું અને હવે તે તેના નિયમનો ભાગ બની ગયો છે. તે દરરોજ સારી થઈ રહી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
