Amreli News : 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અમરેલી (Amreli)જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અન્ય કાર્યક્રમ માટે રવાના થયા હતા, જોકે, કારમાં બેસી ગયા બાદ તેમણે બહાર ઉપસ્થિત સ્થાનિક અગ્રણીઓને જોયા… તેમને મળવાની સહજ ઇચ્છાથી મુખ્યમંત્રીએ પોતાની કાર થોભાવી અને બહાર નીકળીને અગ્રણીઓ સાથે આત્મીયતાપૂર્ણ મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીની આ સહજ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે હળવાશભર્યો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીનો આ સરળ અને લાગણીસભર અભિગમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
મુખ્યમંત્રીની સામાન્ય વ્યક્તિ અને સ્થાનિક અગ્રણીઓ પ્રત્યેની આત્મીયતા, સહજતા અને સરળતા તે(Bhupendra Patel Simplicity)મના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. અમરેલીમાં બનેલી આ ઘટના તેમના સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વનું જીવંત ઉદાહરણ બની હતી.
