Not Set/ રાજકોટ/ પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, શું પ્રેમ પ્રકરણ છે જવાબદાર?

થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે અગમ્ય કારણસર પોલીસકર્મી આશિષ દવેએ પંખા પર પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસ કર્મીનાં આપઘાત પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. હાલ પોલીસે ગુનો […]

Gujarat Rajkot

થોરાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે અગમ્ય કારણસર પોલીસકર્મી આશિષ દવેએ પંખા પર પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસ કર્મીનાં આપઘાત પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે આ મામલે પોલીસ હાલ આશિષ દવેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન મૃતદેહને પીએમ મતો હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. આશિષ દવેના આપઘાતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

પોલીસ આ મામલામાં તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરશે. આ સાથે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આના રિપોર્ટ બાદ જ મોતનું અસલી કારણ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે આશિષ દવેએ આપઘાત કરતા પહેલા વોટ્સએપનાં સ્ટેટસમાં એક ગીત અને એક મેસેજ શેર કર્યાં હતાં. જેમાં એક મેસેજની નીચે લખ્યું છે કે, ‘મારી હસ્તી રમતી પરી’ જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, ‘only 4 my angel’.

 આ પોલીસ કર્મીએ મરતા પહેલા વોટ્સએપનાં સ્ટેટસમાં એક ગીત અને એક મેસેજ પણ શેર કર્યાં હતાં. જેમાં એક મેસેજની નીચે લખ્યું છે કે, 'મારી હસ્તી રમતી પરી' જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, 'only 4 my angel'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.