કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અત્યારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાહુલ ગાંધી શ્રીનગરમાં રહેશે, જ્યાં તેમને પાર્ટી કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવાનુ છે. કોંગ્રેસ નેતાએ ગાંદરબલ જિલ્લામાં ખીરભવાની મંદિરમાં શીશ નમાવ્યુ. રાહુલ ગાંધીએ હજરતબલ દરગાહનો પ્રવાસ પણ કર્યો. જે સિવાય રાહુલ ગાંધી ગુરૂદ્વારા અને શેખ હમજા મખદૂમની મજાર પર પણ જશે. મંગળવારે સાંજે જ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો :અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અહીં શ્રીનગરમાં કહ્યું કે રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પક્ષમાં છે અને અહીં નિષ્પક્ષ ચૂંટણીઓ થવી જોઈએ. રાહુલ ગાંધીએ અહીં ઉલ્લેખ કર્યો કે તે પણ કાશ્મીરી પંડિત છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારો પરિવાર દિલ્હીમાં રહે છે, તે પહેલા અલ્હાબાદમાં અને તે પહેલા કાશ્મીરમાં. હું કાશ્મીરીયતમાં પણ માનું છું. તેનો થોડો ભાગ મારી નસોમાં પણ છે. “
माता खीर भवानी के चरणों में श्री @RahulGandhi जी। pic.twitter.com/jkVZs9Ezol
— UP Congress (@INCUttarPradesh) August 10, 2021
જે બાદ રાહુલ ગાંધીએ હજરતબલ દરગાહનો પ્રવાસ પણ કર્યો. જે સિવાય તેઓ ગુરૂદ્વારા અને શેખ હમજા મખદૂમની મજાર પર પણ જશે. મંગળવારે સાંજે જ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો :તોતા વેલી પાસે પહાડ અચાનક તૂટી પડ્યો, લોકોએ કહ્યુ- પ્રકૃત્તિને નુકસાન પહોંચાડવાની છે કિંમત
રાહુલ ગાંધીએ કહ્યું, “અમે કાશ્મીરને પ્રેમ અને લગાવથી અલગ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપે તમામ સારા કામોનો નાશ કર્યો છે. અમે જાણીએ છીએ કે જમ્મુ -કાશ્મીરના લોકો દુ:ખી છે. મારે પ્રેમ અને સમજણનો સંબંધ જોઈએ છે. હું તમારી સાથે ઉભો રહીશ અને તમને રાજ્યનો દરજ્જો મેળવવા માટે લડીશ. હું જમ્મુ અને લદ્દાખની પણ મુલાકાત લઉં છું. આ શરૂઆત છે. મને બે વર્ષ પહેલા એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો અને હવે હું વારંવાર આવીશ. ” સંસદનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, અમે પેગાસસ, બેરોજગારી, કાશ્મીર, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા, પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી.
Stay tuned to Shri @RahulGandhi's interactions in Srinagar today on our social media platforms.
Insta: https://t.co/C0Mr9TibFF
YT: https://t.co/g2POk6TV2t pic.twitter.com/Qro1dmYJqC
— Congress (@INCIndia) August 10, 2021
જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ઘાટીની આ પ્રથમ મુલાકાત છે. આગલા દિવસે રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગુલામ અહમદ મીરના પુત્રના લગ્નમાં ભાગ લીધો હતો.
શ્રીનગરમાં કોંગ્રેસનું નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કર્યું હતું. પોતાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને જમ્મુ -કાશ્મીરના વિવિધ ભાગોમાંથી આવતા અન્ય વર્ગના લોકોને મળ્યા.
આ પણ વાંચો :મોદીએ સિંહ સંરક્ષણ માટે ઉત્સાહી લોકોને અભિનંદન આપ્યા, ભારતમાં સિંહોની વસ્તીમાં વધારો થતો જોવા મળ્યો
આપને જણાવી દઈએ કે વર્ષ 2019 માં જમ્મુ -કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. તેના બે વર્ષ 5 ઓગસ્ટના રોજ પૂર્ણ થયા છે. કેન્દ્ર સરકારે જમ્મુ -કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો, લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો.
આ પણ વાંચો :ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાકિબ અલ હસનનો વિશ્વ રેકોર્ડ
