Not Set/ અડિંગો જમાવ્યો છે મેઘરાજાએ,હજુ આગામી 3 દિવસ વરસાદની આગાહી,ખેડૂતો ચિંતામાં

દિવાળી આવી ગઈ છે છતાં વરસાદ જવાનું નામ નથી લેતો.હવામાન ખાતાના કહેવા પ્રમાણે રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદ પડી શકે છે.અરબી સમુદ્રમાં સજાર્યેલા લો પ્રેશર અને સાઇક્લોનિક સક્ર્યુલેશન ના કારણે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરમાં પણ આગામી બે દિવસ વરસાદ […]

Gujarat Others

દિવાળી આવી ગઈ છે છતાં વરસાદ જવાનું નામ નથી લેતો.હવામાન ખાતાના કહેવા પ્રમાણે રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદ પડી શકે છે.અરબી સમુદ્રમાં સજાર્યેલા લો પ્રેશર અને સાઇક્લોનિક સક્ર્યુલેશન ના કારણે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગરમાં પણ આગામી બે દિવસ વરસાદ પડી શકે છે.હવામાન ખાતાના અધિકારી કે. હોસલીકરણના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર ઉપર લો પ્રેશર સજાર્વાની સાથે જ નજીકનો વિસ્તાર અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પાસે ચક્રાવાત સજાર્યું છે. 20 આૅક્ટોબર સુધી અરબી સમુદ્રમાં તે રહેવાની શકયતા છે, તેની અસર મુંબઈ સહિત ભારતના સમગ્ર પશ્ચિમ કિનારાને થઈ રહી છે.

આપણ વાંચો:ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં, ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો

હવામાન ખાતાના જણાવ્યા મુજબ વલસાડ, ડાંગ, નવસારી, દમણ, સુરત અને તાપી જિલ્લામાં હળવો વરસાદ પડશે.વલસાડના કપરાડા જિલ્લામાં અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.

અરબી સમુદ્રમાં સજાર્યેલી સિસ્ટમને કારણે પવનની ગતિ વધીને સરેરાશ કલાકના 50થી 55 કિલોમીટરની આસપાસ રહેશે.

શુક્રવારે બપોર બાદ જોકે મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા, જેમાં દાદર, લોઅર પરેલ સાયન, માહિમ, ઘાટકોપરનો સમાવેશ થાય છે મોડી રાતે પણ પવન ફૂંકાવાની સાથે જ પશ્ચિમ ઉપનગર અને પૂર્વ ઉપનગરમાં વરસાદના ઝાપટાં પડી ગયા હતા. થાણે સહિત નવી મુંબઈમાં પણ વરસાદના ઝાપટાં પડ્યા હતા. તો રાજ્યમાં પણ નાશિક, પુણે સહિત અનેક વિસ્તારમાં વરસાદ હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.