Surat News/ સુરતમાં સ્કોર્પિયો કારનો કહેર, મોટા વરાછા આઉટર રિંગરોડ પર મહિલા શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં બેફામ સ્કોર્પિયો કારે ત્રણ મહિલા શ્રમિકોને ટક્કર મારી. અકસ્માતમાં (Accident) એક મહિલાનું મોત અને બેને ઈજા. કાર પલટી મારી, પાંચેય યુવકોનો બચાવ.

Top Stories Gujarat Surat Breaking News
Accident

Surat News: સુરતનામોટા વરાછાના આઉટર રિંગરોડ પર બેફામ સ્પીડે દોડતી સ્કોર્પિયો કારે ત્રણ મહિલા શ્રમિકોને પાછળથી અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં (Accident) એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજી બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. કાર પલટી મારી ગઈ હતી, પરંતુ સદ્નસીબે કારમાં સવાર પાંચેય યુવકોનો આબાદ બચાવ થયો છે.

રવિવારે (12 એપ્રિલ) સાંજે મોટા વરાછા આઉટર રિંગરોડ પર હરિહર કાઠિયાવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ નજીક આ દુ:ખદ ઘટના બની. 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણી હીનાબેન ગણેશભાઈ રાઠોડ અને સંગીતા શૈલેષભાઈ રાઠોડ સાથે આસ્થા જ્ઞર્મમાં લગ્નપ્રસંગના કેટરિંગ કામ માટે ગયાં હતાં.

અકસ્માત (Accident) દરમિયાન જોરદાર ટક્કર

સાંજના સમયે ત્રણેય મહિલાઓ નજીકની દુકાનેથી નાસ્તો લેવા પગપાળા જઈ રહી હતી. ત્યારે પુરપાટ અને ગફલતભરી રીતે દોડતી મહિન્દ્રા સ્કોર્પિયો કારે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત (Accident) સર્જ્યો. ટક્કરની અસર એટલી તીવ્ર હતી કે કાર દૂર સુધી ફંગોળાઈ અને બે-ત્રણ વાર પલટી મારી ગઈ.

ટીનુબેનને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હીનાબેન અને સંગીતાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંનેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપીને રજા અપાઈ છે.ટીનુબેનને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હીનાબેન અને સંગીતાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંનેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપીને રજા અપાઈ છે.

કાર ચલાવતો રોશન ચંદુભાઈ માલવિયા પણ સામાન્ય રીતે ઘાયલ થયો છે. તેના સાથીઓ જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયાનો આબાદ બચાવ થયો છે.પાંચેય યુવકોએ એક દિવસ માટે મોજ-મસ્તી માટે સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી. દિવસભર શહેરમાં ફર્યા બાદ સાંજે આઉટર રિંગરોડ પર ફરતા હતા, જ્યારે આ અકસ્માત (Accident) થયો.


આ પણ વાંચો:સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠક: અકસ્માત ઘટાડવા કલેક્ટરના મહત્વના નિર્દેશ

આ પણ વાંચો:સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો

આ પણ વાંચો:સુરતના યુવાનનું અનોખું સ્ટાર્ટઅપ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે ડિજિટલ કવચ