3.30 PM
મહારાષ્ટ્ર-ગુજરાત સીમા પાસે દહાણું સમુદ્ર કિનારે બોટ ડૂબી હોવાની ઘટના સામે આવી છે. કે.એલ.પોંડા સ્કૂલના ૪૦ વિદ્યાર્થીઓ હતા બોટમાં..માછીમારો દ્રારા ૩૨ વિદ્યાર્થીઓને બચાવામાં આવ્યા છે. જયારે ૪ના મોત થયા છે.
———————————————————————————
સુરત: સેવન્થ ડે સ્કૂલની વાનમાં આગ લાગવાના બનાવ મામલે ડ્રાઇવર વિષ્ણુ મિશ્રાની પર કલમ ૩૦૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી.વિષ્ણુએ વિદ્યાર્થીઓની ગેસની ગંધની ફરીયાદને અવગણતા તેની સામે ફરિયાદ કરવામાં આવી.
—————————————————————————————-
ગાંધીનગર: એસઆરપીનાં પીએસઆઈએ કરી આત્મહત્યા. ગાંધીનગર સેક્ટર ૨૭માં પોલીસ આવાસમાં આપઘાત કર્યો હતો. સર્વિસ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારી કરી હતી આત્મહત્યા.મૃતક પીએસઆઈ ક્યુઆરટીમાં ફરજ નિભાવતાં હતા.
—————————————————————————————-
ગાંધીનગર: ઉપલેટાના પ્રાંસલા શિબિરમાં આગ લાગવવાની દુર્ઘટના મામલે સીએમ રૂપાણીએ દુઃખ વ્યકત કરતા જણાવ્યું કે મૃતકોના પરિવારને ૪ લાખ રૂપિયા આપવામાં આવશે. જિલ્લા કલેક્ટરને તપાસ માટે આપવામાં આવ્યો આદેશ.
—————————————————————————————
અમદાવાદ: સેટેલાઇટ સ્ટાર બજાર પાસે રોડ ક્રોસ કરતી યુવતીને બસે લીધી અડફેટે. અકસ્માત સર્જાતા એસટી બસ ચાલક બસ છોડી થયો ફરાર. ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી.
—————————————————————————————
મહેસાણા: રામપુરા ગામ પાસે ત્રણ ટ્રક વચ્ચે થયો અકસ્માત. રસ્તાનું કામ ચાલુ હોવાથી આ અકસ્માત બન્યો હતો. આ દુર્ઘટનામાં એકનું ઘટના સ્થળ જ મોત થયું. જયારે ૨ લોકો ઘાયલ થયા
12:00 pm
પાટણઃ રાધનપુર પાસે સુબાનપુર ગામ નજીક નર્મદા કેનાલ ફરી એકવાર તૂટી હોવાની ઘટના સામે આવી છે. કેનાલ તૂટતા આજુબાજુના ખેતરોમાં પાણી ઘુસતા મોટા પાયે નુકસાન થવાની શક્યતા. કેનાલનું કામ બરાબર ન કરવાથી કેનાલ તૂટી એવો ખેડૂતોનો આક્ષેપ
——————————————————————————————–
અમદાવાદઃ કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડમાં આગની ઘટના સામે આવી છે. પતંગની દુકાનમાં આગ લાગવાથી. લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. જેનાથી દુકાનદારોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે દ્રારા આગ પર કાબુ મેળવ્યું હતું. સદ્દનશીબે કોઈ જાનહાની નથી થઇ.
————————————————————————————————–
દિલ્હી: દિલ્હી શહેરમાં ઠંડીના કારણે ગાંઢ ધુમ્મસ છાવ્યા હોવાથી ૪૧ ટ્રેનો સમય કરતા મોડી પડી હતી. ધુમ્મસના કરણે ૧૩ટ્રેનો રદ્દ કરાઈ હતી.
————————————————————————–
અમદાવાદઃ સરદાર નગરમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક મોડી રાત્રે ૧૧ બાઇકો સળગાવવામાં આવી હતી. જેના લઈને પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.
——————————————————————————–
