બારડોલી/ અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે આ તારીખે શરૂ થશે રસીકરણ

પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ પૂર્ણ થયા હોય અને ૮૪ દિવસ પૂર્ણ થયા ન હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે

Gujarat Others

રાજ્ય સરકારે અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિડ ૧૯ વેકસીનમાં અગ્રતા આપવા અંગે કરેલી જાહેરાતના અનુસંધાને સુરત જિલ્લા પંચાયત દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તા.૭મી જૂનથી ઈચ્છાપોર ખાતે વેક્સીનેશન શરુ કરવામાં આવનાર છે. સુરત જિલ્લાના વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કે જેઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે,

આ પણ વાંચો :વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની બારીમાંથી કુદીને દર્દીએ ટુંકાવ્યું જીવન, આવું છે કારણ

બીજા ડોઝના નિયત સમય પહેલા વિદેશ જવાનું હોય તેઓને ઈચ્છાપોર આરોગ્ય કેન્દ્ર,ખડી મહોલ્લો, ઈચ્છાપોર ગામ ખાતે સોમથી શનિવાર દરમિયાન સવારે ૯:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યાના સમયગાળામાં વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે, તેમજ રસીકરણ અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે વિદ્યાર્થીના વિદેશ જવાની નક્કી થયેલ તારીખ પહેલાના ૧૦ દિવસ ની અંદર રસીકરણ કરવામાં આવશે. પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ પૂર્ણ થયા હોય અને ૮૪ દિવસ પૂર્ણ થયા ના હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.

આ પણ વાંચો :વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની બારીમાંથી કુદીને દર્દીએ ટુંકાવ્યું જીવન, આવું છે કારણ

આ પણ વાંચો :રાજ્યની સેશન્સ કોર્ટ સોમવારથી કાર્યાન્વિત, લાંબા સમયથી પડતર કેસની થશે સુનાવણી શરુ

વિદ્યાર્થીઓએ જરૂરી પૂરાવા સાથે રાખવા. જેમાં (૧) પ્રથમ ડોઝ લીધા અંગેનું કોવિન એપ મારફતે PartialVaccination પ્રમાણપત્ર (૨) આઇ-૨૦ અથવા DHS-૧૬૦ (૩) કોલેજ અથવા યુનિવર્સિટીનો એડમિશન લેટર (૪) ઓળખ માટે આધાર અથવા વોટીંગ કાર્ડ/સરકારમાન્ય ઓળખ પત્ર/પાસપોર્ટ ) (૫) જે-તે દેશના માન્ય વિઝા (૬) પાસપોર્ટ રજૂ કરવા. ચકાસણી અર્થે ઓરીજનલ તથા સ્વપ્રમાણિત કરેલ એક નકલ આપવાની રહેશે એમ જિલ્લા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો :ચોટીલા દ્વારા તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત શીયાળબેટમાં રાશન કીટ પહોંચાડવામાં આવી

આ પણ વાંચો : મ્યુક૨માયકોસિસની સા૨વા૨માં અવ્વલ નંબરે આવતી રાજકોટની સિવિલ હોસ્પિટલ