ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવતો જાય છે. દરમિયાન નિયંત્રણ વધુ હળવા થયા છે અને જનજીવન પૂર્વવત બની રહ્યું છે ત્યારે લાંબા સમયથી બંધ રહેલી રાજ્યની નીચલી અદાલતોના દ્વાર સોમવાર તારીખ-7-જૂન-થી પ્રત્યક્ષ ખુલશે.
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંક ઘટીને ત્રણ ડિજીટમાં પહોંચી ગયો છે. બીજીબાજુ જનજીવન રાબેતા મુજબનું કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે અગાઉ લાદેલા નિયંત્રણ વધુ હળવા કર્યા છે. છેલ્લા બે મહિનાથી કોર્ટમાં ચાલી રહેલાં કેસની સુનાવણી પર પણ કોરાના ગ્રહણના કારણે બ્રેક લાગી છે.
આ પણ વાંચો : ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, જાણો કેટલો છે ખતરનાક
હવે સાતમી જૂનથી નીચલી કોર્ટ કાર્યાન્વિત થશે. નીચલી કોર્ટ કાર્યાન્વિત થતાં અરજદારોને રાહત થશે. લાંબા સમયથી ચાલી રહેલાં કેસની સુનાવણી અને આખરી ચૂકાદા આપવાનો માર્ગ મોકળો થયો છે. જો કે કોર્ટમાં એસઓપીના ચુસ્ત પાલન માટે નિયમ ઘડી કાઢવામાં આવ્યા છે. જેનું પાલન અસીલ થી શરૂ કરી એડવોક્ટ અને જજ સહિતના તમામ લોકોએ કરવાનું રહેશે.
આ પણ વાંચો :દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલ કરાયા દાખલ
કોર્ટે બહાર પાડેલા નિર્દેશ
- કોર્ટમાં અવર-જવર માટે જિલ્લાપંચાયત બાજુનો દરવાજો ખુલ્લો રહેશે
- કોર્ટમાં પ્રવેશ મેળવનારા સૌએ સામાજિક દૂરીનો અમલ કરવો
- માસ્ક પહેરવું ફરજિયાત
- કોર્ટ કાર્યવાહીમાં ભૂમિકારૂપ એડવોકેટોએ પણ એસઓપીનું પાલન કરવું
- એસઓપી પાલન નહીં કરનારા સામે થશે કાર્યવાહી
ગુજરાતની નીચલી અદાલત કાર્યાન્વ્તિ થશે. પરંતુ હજીસુધી ગુજરાતહાઇકોર્ટ શરૂ કરવા અંગે હજી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી.. ત્યારે હાઇકોર્ટમાં પણ હવે ફિઝીકલ કોર્ટ શરૂ થાય એવી માગ ખુદ અરજદારોએ પણ કરી છે.
આ પણ વાંચો :શૈક્ષણિકસંસ્થા માટે ફાયર સેફ્ટીના નિયમ, CM વિજય રૂપાણીએ કરી જાહેરાત
આ પણ વાંચો :મ્યુક૨માયકોસિસની સા૨વા૨માં અવ્વલ નંબરે આવતી રાજકોટની સિવિલ હોસ્પિટલ
