Politics/ ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની યોજાઈ ખાનગી બેઠક, અનેક તર્કવિતર્ક સર્જાયા

ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે આ મહામારીનાં કેસમાં ઘટાડો તો વળી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવ્યો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે આ મહામારીનાં કેસમાં ઘટાડો તો વળી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવ્યો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. જી હા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ભાવ વધારો / મોંઘવારી સહન કરવાની કરો તૈયારી, 103 રૂપિયા લિટર સુધી પહોંચ્યુ પેટ્રોલ

આપને જણાવી દઇએ કે, દેશ અને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ શું છે તે કોઇપણથી છુપાયેલી નથી. તાજેતરમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થતા કોંગ્રેસનાં નેતાઓ હવે સક્રીય થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આજે અમદાવાદ ખાતે કોંગ્રેસની ખાનગી બેઠકનું આયોજન કરવામાં થયુ છે. જેમા ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાજર હોવાનુ સામે આવી રહ્યુ છે. આ બેઠકમાં ઠાકોર, કોળી અને ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો સુર ઉઠ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસનો ચહેરો કહેવાતા ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિમલ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેશ ગોહિલ હાજરી આપી છે. રાજ્યમાં અચાનક કોંગ્રેસનાં નેતાઓની ગુપચુપ બેઠક મળતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા છે.

ગેરકાયદેસર દારૂ સિન્ડિકેટ / અલીગઢમાં લિકર કાંડનાં મુખ્ય આરોપી અને ભાજપ નેતાની પોલીસે કરી ધરપકડ

આપને જણાવી દઇએ કે, આ બેઠકમાં અન્ય કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ છે, શું પાર્ટીમાં મુસિબતનું મોંજુ ફરી વળ્યુ છે કે રાજ્યમાં કોંગ્રેસ સાવ સમેટીઇ ગઇ છે, તેને લઇને બેઠકમાં મંથન થઇ રહ્યુ છે, જે આવતા સમયમાં સ્પષ્ટ થઇ જશે. પરંતુ હાલની સ્થિતિમાં કહેવુ ખોટુ નહી રહે કે કોંગ્રેસ પાર્ટીનો સમય ઘણો ખરાબ ચાલી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, હંમેશાથી ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યોની ફરિયાદ રહી છે કે પાર્ટીનાં પ્રદેશ નેતાઓ અમને માત્ર સંકટનાં સમયે જ યાદ કરે છે. સંકટ સમય હોય ત્યા સુધી બાકીનાં સમયે તેઓ અમારી સાથે કોઇ સંવાદ પણ કરતા નથી. મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે જૂથવાદ શરૂ થઇ ગયો છે. જો કે આ પહેલીવાર નથી કે કોંગ્રેસમાં અંદરો અંદર ખેંચતાણ થઇ હોય. ઘણીવાર આ પ્રકારનાં સમાચાર સામે આવતા રહ્યા છે. જો કે આ એક મોટુ કારણ છે કે કોંગ્રેસે ગુજરાતમાં પોતાનુ સ્થાન મહદ અંશે ગુમાવી દીધુ છે. વળી બીજી તરફ ભાજપ પક્ષ કોંગ્રેસમાં રહેલા આ કલેશનો પૂરો ફાયદો ઉઠાવવામાં અત્યાર સુધી સફળ રહી છે.