પંચમહાલ/ પાવાગઢ માં 13 થી 18 ડિસે. સુધી બંધ રહેશે રોપ વે, જાણો શું છે કારણ

તારીખ 13/12/2021 થી 18/12/2021 સુધી રોપ વે 6 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, તારીખ 19 ડિસેમ્બરથી તે પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

Gujarat Others
પાવાગઢ
  • 13 થી 18 ડિસે. પાવાગઢ રોપ વે બંધ
  • એન્યુઅલ મેનેન્ટનેન્સને લઈ સેવા બંધ રહેશે
  • દર વર્ષે એક વખત કરવામાં આવે છે મેન્ટેનન્સ
  • પગથિયા ચડીને દર્શન કરી શકે છે ભક્તો

પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવગઢ ખાતે રોપ વે સેવા હાલ પૂરતી બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે પાવાગઢ રોપ વે સેવા બંધ કરાઈ છે. સમગ્ર પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ માવઠાવાળું વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. વહેલી સવારથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી હાલ રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ કે, પવન ઓછો થતાં જ રોપ વે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :  રાજકોટમાં હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, CCTV આવ્યા સામે

મહત્વનું છે કે, યાત્રાળુઓને મહાકાળી માના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે. પરંતુ તારીખ 13/12/2021 થી 18/12/2021 સુધી રોપ વે 6 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, તારીખ 19 ડિસેમ્બરથી તે પુનઃ શરૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, 6 દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે થઇને આ રોપ વે સેવા બંધ કરાશે.

10 દિવસ પહેલા બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત યાત્રાધામ પાવાગઢ ખાતે ફિલ્મ શૂટિંગ માટે ગઇ હતી. માધુરી દીક્ષિત અભિનિત ‘મેરે પાસ મા હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી અને રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો :ગુજરાતના અનેક જગ્યાએ માવઠું, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

બીજી તરફ, ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ અને પવન વચ્ચે ગત રાત્રે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હતી. આ ઘટનામાં કેટલાક ખલાસી લાપતા થયા છે. જેમને બચાવવા માટે હાલ ઉનામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. તો પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ છે. જેમાં 4 ખલાસીનો આબાદ બચાવ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. સાથે જ બચાવ રાહત માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચના ને પગલે  કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો :સાંકરદા ગામે આયુર્વેદિક સીરપની આડમાં લોકોને નશો પુરો પાડતી ફેક્ટરી ઝડપાઇ

આ પણ વાંચો : મુંબઇમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉધોગપતિઓ સાથે વન ટુ વન બેઠક શરૂ કરી

આ પણ વાંચો :સુરતમાં નશાના કારોબારનો પર્દાફાશ, ધો.9ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી મળ્યું અફીણ