Not Set/ માટીના ફેરામાં ટ્રેક્ટરને બદલે કારના નંબર નીકળ્યા 

સૌરાષ્ટ્ર યુનિ.માં નેક કમિટીના આગમન દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં માટી પાથરી સમથળ કરવામાં આવી હતી. જે દરમિયાન 963 ફેરા ટ્રેક્ટર ના કરવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Rajkot

રાજકોટની સૌરાષ્ટ્ર યુનીવર્સીટી હંમેશાથી વિવાદોમાં ઘેરાતી રહી છે. હાલમાં સામે આવેલા માટી કાંડ કૌભાડમાં નીમવામાં આવેલી સમિતિએ મોટા ખુલાસા બહાર પડ્યા છે. જેમાં વાઉચરમાં નોધાયેલા નંબર ટ્રેક્ટરના નહિ પરંતુ અલ્ટો કારના હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્ર યુનિ.માં નેક કમિટીના આગમન દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં માટી પાથરી સમથળ કરવામાં આવી હતી. જે દરમિયાન 963 ફેરા ટ્રેક્ટર ના કરવામાં આવ્યા હતા. જો કે રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં ટ્રેકટરનાં બદલે અલ્ટ્રોકારના નંબર મળી આવ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે યુનિ.ના બાંધકામ વિભાગમાં મોટા પાયે ગેરરીતી ચાલી રહી છે.

જો કે આ કૌભાંડ વકરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જતીન સોની હાલ રજા પર ઉતરી ગયા છે. તો અંદરખાનેથી નવા રજિસ્ટ્રારની પસંદગીને લઈને તખ્તો ઘડાતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

મોદી કેબિનેટનો નિર્ણય /  લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવશે

કોરોના રસીકરણ / રાજયભરમાં અત્યાર સુધી ૩.૧ કરોડથી વધુ નાગરિકોનુ વેકિસનેશન : નીતિન પટેલ

મહારાષ્ટ્ર / મુંબઇ પોલીસના પૂર્વ CP પરમબીર સિંહને લાગ્યો મોટો ઝટકો, દાખલ કરાયો વસૂલીનો કેસ