જમ્મુ-કાશ્મીર/ શ્રીનગરના લાલ ચોક પર ગ્રેનેડ હુમલો, આતંકવાદીઓએ સુરક્ષા દળોને બનાવ્યા નિશાન, 10 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં આતંકી હુમલો થયો છે. રવિવારે લાલ ચોકના અમીરા કદલ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં 10 લોકો ઘાયલ થયા હતા.

Top Stories India

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલ ચોકમાં આતંકી હુમલો થયો છે. શ્રીનગરના લાલ ચોકના અમીરા કદલ વિસ્તારમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ શ્રીનગરના લાલ ચોકમાં એક સંદિગ્ધ આતંકવાદીએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. આતંકવાદીએ પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડી પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સૈન્ય અભિયાન શરૂ કર્યું છે.

નોંધનીય છે કે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા પણ આતંકવાદીઓએ લાલ ચોક પર હુમલો કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો જે રોડ કિનારે વિસ્ફોટ થયો હતો.

National/ PM મોદીએ પૂણે મેટ્રોની ટિકિટ ખરીદીને મુસાફરી કરી, ટ્રેનમાં બેઠેલા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરી

દુ:ખદ/ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના પ્રમુખનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર

ગુજરાત/ ટ્રાફિક બ્રિગેડના આઈજી દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવની સૂરસૂરિયું