Ahmedabad Rain News: અમદાવાદ શહેરમાં આજે મંગળવારે હવામાનમાં (Ahmedabad Rain) અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં સારા વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું. કાળા ડિબાંગ વાદળો છવાતા જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો, જેના કારણે લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી હતી.
એસજી હાઈવે, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ
શહેરના (SGHighway) એસજી હાઈવે, પ્રહલાદનગર, શેલા, ઘુમા, બોપલ તેમજ કર્ણાવતી ક્લબ આસપાસના(Ahmedabad Rain) વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદ શરૂ થતાં રસ્તાઓ ભીના બન્યા અને વાહનચાલકોએ પણ સાવચેતી સાથે વાહનવ્યવહાર કર્યો.બપોર બાદ શહેરના(Rainfall in Ahmedabad) આકાશમાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમી અને ભેજથી પરેશાન નાગરિકોએ વરસાદને કારણે રાહતનો અનુભવ કર્યો.
ગરમીથી રાહત, વરસાદી માહોલનો લોકોએ લીધો આનંદ
વરસાદને પગલે શહેરનું (WeatherUpdate) તાપમાન ઘટ્યું હતું અને ઠંડા પવન સાથે વાતાવરણ (Ahmedabad Rain) વધુ સુહાવણું બન્યું હતું. અનેક લોકોએ વરસાદી માહોલનો આનંદ માણ્યો, જ્યારે આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ એલર્ટ, SEOCની હાઈ લેવલ બેઠક યોજાઈ
આ પણ વાંચો: આણંદ જિલ્લામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, પાણી ભરાવા અને ટ્રાફિક જામથી લોકો પરેશાન
