મુંબઇ,
બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર અવારનવાર તેમની બેબાક સલાહ આપવા માટે જાણીતા છે અને સતત તેઓ સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓ પર પણ ટિપ્પણી કરતા રહે છે. સરકાર વિરોધી સ્ટેટમેન્ટના કારણે ઘણી વાર તો તેઓ ટ્રોલ પણ થાય છે.
લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીની ભવ્ય જીત પછી અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પર ઘમકી ભરેલા મેસેજ આવવા લાગ્યા. અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને પીએમ નારેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપતા અપીલ કરી છે કે તેઓ તેમના આક્રમક સમર્થકોને કાબુમાં રાખે.
એક કથિત મોદી સમર્થકે ઇન્સ્ટાગ્રામ પર અનુરાગ કશ્યપની પુત્રીને રેપની ધમકી આપી છે.

અનુરાગ કશ્યપે તેની પુત્રીના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર ટિપ્પણીનો એક સ્ક્રીન શોટ લીધો છે અને તેણે તેના ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કર્યો છે. અનુરાગ કશ્યપે ટ્વીટ કરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા કહ્યું કે “પ્રિય નરેન્દ્ર મોદી સર. જીત માટે અભિનંદન અને દરેક સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. સર કૃપા કરીને અમને જણાવો કે આ અનુયાયીઓથી સાથે કેવી રીતે વર્તવું, જે તમારી જીતની ખુશી મારી પુત્રીને આ રીતે ધમકી આપીને કરી રહ્યા છે કારણ કે મારા વિચારો તમારા વિરોધમાં રહે છે.
આ રીતે દિગ્દર્શક અનુરાગ કશ્યપે આ કથિત ફોલોઅર્સ સાથે પનારો પાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સલાહ માંગી છે. અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર સક્રિય છે, અને ઘણી વખત સામાજિક સરકાર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય મુકે છે.
