આમ તો લોકો પોતાના સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે દીકરી કરતા દીકરાને લોકો વધુ મહત્વ આપતા હોય છે પરંતુ બનાસકાંઠાના બોરીયા ગામે વ્હાલ સોયા ત્રણ દિવસના દીકરાને કોઇક મૂકી રફુચક્કર થઈ જતા જાણે કલિયુગમાં માતા ની મમતા મરી પરિવાડી હોય એવી પરિસ્થિતિ સામે આવી છે જેમાં ત્રણ દિવસના દીકરાને બેગમાં મૂકીને રફુચક્કર થતી માતા પ્રત્યે લોકો ધિક્કાર ની લાગણી વર્ષાવી રહ્યા છે.
જો વાત કરવામાં આવે ભાભરના બોરીયા ગામની તો ભર બપોરે કોઈકે બસ સ્ટેન્ડ ની આસપાસ બેન્ચ પર થેલામાં ભરીને ત્રણ દિવસના દીકરાને મૂકી પલાયન થઈ ગયું હતું પણ બેગ માંથી કાળઝાળ ગરમી ના કારણે બાળકનો રડવાનો આવાજ સાંભળતા સ્થાનિકો એ 108 ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ને તપાસ કરતા અંદાજે 3 દિવસ નું જીવિત બાળક નીકળતા તત્કાળ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું અને ભાભર પોલીસને જાણ કરવામાં આવી હતી.
જો કે બાળક ની તબિયત સારી હોવાથી સ્થાનિકો એ હાશકારો અનુભવ્યો છે પણ આજે પણ સવાલો એ જ ઉભા થયા છે…કે બાળક કોણ મૂકી ગયું ? આમ બાળક ને તરછોડવાનું કારણ શું? શું આ છે કલિયુગ ની માતા ની મમતા ? પોતાનું પાપ છુપાવવા કે અન્ય મજબૂરી થી બાળક તરછોડવામાં આવ્યું ? જે હોય તે પણ હાલ તો ભાભર પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે તપાસ બાદ જ સત્ય સામે આવશે હાલ બાળક હોસ્પિટલમાં એડમીટ છે બાળક ની આંખો જાણે મા ને સવાલ કરી રહી છે કે..હે માં મારો ગુન્હો કયો કે મને આ રીતે તરછોડી દીધું.
આ પણ વાંચો: PM મોદી આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
