Rajkot News: રાજકોટ (Rajkot)માં ગોંડલ (Gondal)માં હનીટ્રેપ (Honeytrap)ની ઘટનામાં પદ્મિનીબા વાળા સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. તેજલ છૈયા હજુ પોલીસના સકંજામાં આવી નથી. પોલીસે આરોપીની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ (Rajkot) જીલ્લાનાં ગોંડલ (Gondal)માં જેતપુર રોડ ગીતાનગરમાં રહેતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ પોતાને પ્રેમ જાળમાં ફસાવી 7 થી 8 લાખ રૂપિયા પડાવ્યાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે તેજલ છૈયા, પદ્મિનીબા વાળા, પદ્મિનીબા વાળાનો પુત્ર, શ્યામ, હિરેન વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. 60 વર્ષીય ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ ફરિયાદમાં જણાવ્યું કે, 15 દિવસ પહેલા તેજલ નામની એક છોકરી તેમના ઘરે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યું હતું અને તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં તેને ફોન કરીને કહ્યું કે મારા પતિનું અવસાન થયું છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારું 7-8 લાખનું દેવું ચૂકવી દો, તમે જે કહો છો તે કરવા હું તૈયાર છું અને હું સંબંધ રાખવા માટે પણ તૈયાર છું. આમ કહીને, છોકરીએ વીડિયો કોલમાં પોતાનું ટી-શર્ટ ઉતાર્યું અને બાદમાં ફોન કાપી નાખ્યો.
બાદમાં બીજા દિવસે રમેશભાઈને ફોન આવ્યો કે જેમાં વ્યક્તિ તેજલ વિશે વાત કરવા માંગે છે અને આ અંગે તેમને રાજકોટ ઓફિસે આવવું જોઈએ. ફરિયાદીના જણાવ્યા મુજબ પદ્મિનીબા વાળા, તેજલ, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે લોકો સહિત 5 લોકો જબરજસ્તીથી તેમના ઘરમાં ઘૂસી બૂમો પાડી, ખોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે તે તમને રસ્તાની વચ્ચે કપડાં કાઢી ખૂબ મારીશ અને હર્ષ સંઘવીને કહી તારા ઘર પર બુલડોઝર ફેરવવાનું કહીશ જેવી ધમકીઓ આપી ધાકધમકી આપી હતી. પ્રેમ જાળમાં ફસાવનાર તૈજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો:રાજકોટમાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ નનામી લેટર વાયરલ, ધારાસભ્યએ આરોપો ફગાવ્યા
આ પણ વાંચો:રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ
આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષણનાં ધામમાં બાળકી અસુરક્ષિત! બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાની ઘટના
