દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે ત્યારે બોટાદથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, બોટાદમાં 24 વર્ષની મહિલા કોન્સ્ટેબલની આપઘાતની ઘટના સામે આવી છે. યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. શહેરના હનુમાન પુરી વિસ્તારના મકાનમાં યુવતીએ આપઘાત કર્યો છે. જોકે, આપઘાતનું કારણ હજી અકબંધ છે. યુવતીનો મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ હનુમાન પુરી વિસ્તારમાં જે ઘરમાં આપઘાત કર્યો છે ત્યાંની સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે. યુવતીના આપઘાતને કારણે પરિવારમાં પણ માતમ છવાયો છે.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પોલીસ ઘરની તપાસ કરી રહી છે કે સ્યુસાઇડ નોટ મળી આવે હાલ મોબાઇલ જપ્ત લીધો છે. આત્મહત્યા ક્યાં કારણસર કરવામાં આવી છે એ કારણ જાણી શકાયું નથી.
