Not Set/ ‘ચા કરતા કીટલી ગરમ’ ટ્રાફિક પોલીસની હાજરીમાં જ ટોઇંગ કર્મચારીએ બાઇક ચાલકને પાઇપ વડે માર્યો

અમદાવાદ, એક કહેવત છે ને ‘ચા કરતા કીટલી ગરમ’ આ કહેવતને સાર્થક કરતો એક બનાવ સામે આવ્યો છે જ્યાં એક ટોઈંગનો કર્મચારી ટ્રાફિક પોલીસની હાજરીમાં જ બાઈક ચાલકને જોરદાર મારમારે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં બાઇક પાર્ક કરવા બાબતે ટોંઇગ કર્મચારી દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. પોલીસની હાજરીમાં […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

એક કહેવત છે ને ‘ચા કરતા કીટલી ગરમ’ આ કહેવતને સાર્થક કરતો એક બનાવ સામે આવ્યો છે જ્યાં એક ટોઈંગનો કર્મચારી ટ્રાફિક પોલીસની હાજરીમાં જ બાઈક ચાલકને જોરદાર મારમારે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં બાઇક પાર્ક કરવા બાબતે ટોંઇગ કર્મચારી દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. પોલીસની હાજરીમાં જ અને બાઇક ચાલક હાજર હતો તો પણ ચાલક ટોંઇગ અટકાવવા જતાં કર્મચારી બેફામ બની ગયો હતો અને બાઇક ચાલકને પાઇપ વડે માર મારવા લાગ્યો હતો.

જેથી આસપાસમાંથી પસાર થતાં લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ટોંઇગ કર્મચારીને માર મારવાની સતા કોણે આપી તેવો સવાલ સૌ કોઇમાં ચર્ચાનો વિષય બન્યો હતો.