Dakor News/ ડાકોરના ઠાકોરના મનોરથ હવે મોંઘા પડશે, ધજા અને ભોગના લાગામાં તોતિંગ વધારો

Dakor રાજા રણછોડરાય મંદિરમાં ધજા ચઢાવવા અને ભોગ ધરાવવાના લાગામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ધજાના ભાવ ₹610 થી વધીને ₹2500 કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
Dakor Temple Manorath Rates 2026

Dakor Temple Manorath Rates 2026: યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજા રણછોડરાયના ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીનો માર હવે મંદિરના મનોરથો પર પણ પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિવિધ ધાર્મિક વિધિઓ અને મનોરથોના ચાર્જમાં (લાગામાં) ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને પગલે શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

Dakor Temple Manorath Rates 2026

Dakor : ધજા ચઢાવવાના ખર્ચમાં 4 ગણો વધારો

ડાકોર મંદિરમાં શિખર પર ધજા ચઢાવવાનું અનેરું મહત્વ છે. અત્યાર સુધી ધજા ચઢાવવાનો લાગો ₹610 હતો, જેમાં સીધો ₹1890નો વધારો કરીને હવે ₹2500 કરી દેવામાં આવ્યો છે. ભક્તો પોતાની માનતા પૂરી થતા શ્રદ્ધાથી ધજા ચઢાવતા હોય છે, પરંતુ હવે આ આસ્થા માટે ભક્તોએ મોટો આર્થિક બોજ સહન કરવો પડશે.

Dakor Temple Manorath Rates 2026

રાજભોગ અને તુલસી વિવાહ પણ મોંઘા થયા

માત્ર ધજા જ નહીં, પરંતુ ઠાકોરજીને ધરાવવામાં આવતા વિવિધ ભોગ અને અન્ય મનોરથોમાં પણ ભાવ વધારો કરાયો છે, જેમાં માનતાના રાજભોગ અને કુંજ ભોગ ધરાવવાના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત, દર વર્ષે શ્રદ્ધાપૂર્વક યોજાતા તુલસી વિવાહના મનોરથ ખર્ચમાં પણ ડબલ કરતા વધુ વધારો કરવામાં આવ્યો છે.

ભક્તોમાં ચર્ચાઓએ જોર પકડ્યું

ડાકોર મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સામાન્ય રીતે ભાવ વધારો 10 થી 20 ટકા થતો હોય છે, પરંતુ અહીં સીધો ડબલ કે તેથી વધુ વધારો કરવામાં આવતા ભક્તોમાં આશ્ચર્ય ફેલાયું છે. ટેમ્પલ કમિટીના આ નિર્ણયથી મધ્યમ વર્ગના શ્રદ્ધાળુઓ માટે પોતાની શ્રદ્ધા મુજબના મનોરથો કરવા હવે થોડા મોંઘા સાબિત થશે.


આ પણ વાંચો: ડાકોર મંદિરના પૂજારી બન્યા ભૂવા, ધૂણીયા બાદ PSIની બદલી કરાવી હોવાનો દાવો

આ પણ વાંચો: તમે પણ ડાકોરના રણછોડરાયને વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતી કાલથી બુકિંગ શરૂ

આ પણ વાંચો:ભક્તો માટે ડાકોરના મંદિરમાં નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી