Jamnagar News: જામનગર શહેરની ગુરુ ગોબિંદ સિંઘ સરકારી હોસ્પિટલ (Guru Gobind Singh Hospital) માં સફાઈ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં વોર્ડ, ગેલેરી અને શૌચાલયોમાં ગંદકીના દ્રશ્યો સામે આવતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Guru Gobind Singh Hospitalમાં દુર્ગંધથી હાલાકી
માહિતી મુજબ, હોસ્પિટલ (Guru Gobind Singh Hospital)ના અનેક વિસ્તારોમાં સમયસર સફાઈ ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક સ્થળોએ કચરો લાંબા સમય સુધી પડ્યો રહેતો હોવાનું અને શૌચાલયોમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

દર્દીઓના સગાઓનું કહેવું છે કે હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો પહેલેથી જ શારીરિક અને માનસિક તણાવમાં હોય છે, ત્યારે ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ તેમની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે.
સ્થાનિક લોકો અને દર્દીઓએ હોસ્પિટલ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓનો આક્ષેપ છે કે સફાઈ માટે પૂરતી વ્યવસ્થા હોવા છતાં યોગ્ય મોનીટરીંગના અભાવે પરિસ્થિતિ બગડી રહી છે.

ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ માનાતી આ હોસ્પિટલમાં જ ગંદકી જોવા મળતા લોકોમાં રોષનો માહોલ છે. અનેક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક સફાઈ વ્યવસ્થા મજબૂત બનાવવા અને નિયમિત મોનીટરીંગ કરવાની માંગ ઉઠાવી છે.હવે હોસ્પિટલ તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ (સ્કેમ) થી ખળભળાટ
આ પણ વાંચો:જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરી ચર્ચામાં, છેતરપિંડી અને ઉચાપતનો નવો કિસ્સો
