Video/ વલસાડમાં ચોંકાવનારો કિસ્સો, પિતાની નજર સામે જ દીકરીએ કર્યો આપઘાતનો પ્રયાસ

વલસાડના સેલવાસામાં આપઘાત કરવાના હેતુથી એક યુવતી એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી, આ જોતા જ એપાર્ટમેન્ટના લોકો એકઠા થઈ ગયા હતા…

Gujarat Others
આપઘાત

આજના આ ટેકનોલોજીના યુગમાં યુવાનો અનેકવિધ એવી ઘટનાઓ કરી રહ્યા છે, જેને લઈને તમે હેરાન પણ થઇ શકો છો. આ ઘટનામાં આત્મહત્યાનો પ્રયાસ, મર્ડર કે હત્યા જેવી ઘટનાઓ શામેલ છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, આ ઘટના વલસાડના સેલવાસની છે, જ્યાં સેલવાસમાં અગાશી પર એક છોકરી પોતાના પિતાની નજર સામે જ આપઘાત કરવા જઈ રહી હતી, જો કે ત્યારબાદ દીકરીને પિતાએ બચાવી લીધી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો :સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત, CCTV માં ઘટના કેદ

આ ઘટનાની વાત કરવામાં આવે તો, વલસાડના સેલવાસામાં આપઘાત કરવાના હેતુથી એક યુવતી એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી, આ જોતા જ એપાર્ટમેન્ટના લોકો એકઠા થઈ ગયા હતા અને બીજી બાજુ આ જોઇને તેણીના માતાપિતા પણ ટેરેસ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ આખરે પિતાએ દીકરીને બચાવવા માટે તેનો હાથ પકડી લીધો હતો, તે નીચે કૂદકો મારે તે પહેલા જ પિતાએ તેને નીચે ઉતારી લીધી હતી.

https://twitter.com/mantavyanews/status/1441345399030124545?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1441345399030124545%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1441345399030124545widget%3DTweet

આ પણ વાંચો :રાજકોટમાં મહિલા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

જો કે દીકરીએ આપઘાત કરવાની કોશિશ શા માટે કરી તે અંગે કોઈ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યો નથી, પરંતુ સદનસીબે પિતાના સહારે એક દીકરીની જિંદગી તો બચી ગઈ છે. બીજી બાજુ આ ઘટનાથી સામે આવે છે કે, આજના ૨૧મી સદીના યુગમાં યુવાનો શા માટે આ પ્રકારનું પગલું ભરવાની કોશિશ કરે છે અને આ માટે માતાપિતાએ પણ પોતાના બાળકો પર ધ્યાન રાખવાની પુરતી જરૂરત છે.

આ પણ વાંચો :હાલોલ સર્કિટ હાઉસ ખાતે ચેરમેન સુરેન્દ્રકાકાએ ટ્રસ્ટી મંડળની બોલાવેલી બેઠકમાં…..

આ પણ વાંચો :રોડના ખાડા પુરવા માટે 1 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર શરૂ થશે મહાઅભિયાન

આ પણ વાંચો :પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની હકાલપટ્ટી