Gujarat/ કોરોનાના કહેર વચ્ચે CM રૂપાણીની કોલર ટયૂનથી કોંગ્રેસ પરેશાન, ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં સતત વધી રહ્યો છે. જો કે હાલમાં કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં લોકોને કોરોના વાયરસ સામે જાગૃતિ મળે તે માટે કોલર ટયુન વગાડવામાં આવે છે.

Gujarat Others
a 123 કોરોનાના કહેર વચ્ચે CM રૂપાણીની કોલર ટયૂનથી કોંગ્રેસ પરેશાન, ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં સતત વધી રહ્યો છે. જો કે હાલમાં કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં લોકોને કોરોના વાયરસ સામે જાગૃતિ મળે તે માટે કોલર ટયુન વગાડવામાં આવે છે.

બીજી તરફ હવે ગુજરાતમાં કોરોનાની બંધ કરીને મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને હવે કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

#Lokarapan / ગુજરાતનાં આંગણે આજે અનેરો અવસર, ગીરનાર રોપ-વે સહિત PM મોદી 3 પ્રોજેક્ટનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

આ કોલર ટયુન મામલે કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. ત્યારે પેટાચૂંટણીનું મતદાન નજીક છે ત્યારે સીએમની કોલર ટયુન બંધ કરવા કોંગ્રેસની માગ છે.

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના મહામારી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મોબાઇલ ફોન પર કોરોનાની કોલર ટ્યુન શરૂ કરાઈ હતી જો કે આ કોલર ટ્યુનના કારણે લોકો કંટાળી ગયા હતા. તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર પણ ખુબ જ મજાક ઉડી હતી.હવે ગુજરાતના મુખ્યમંત્રીનાં અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુન વાગી રહી છે.

Assembly By Election / પ્રચારનો ધમધમાટ શરુ, જાણીલો કોંગ્રેસ-ભાજપનાં ક્યા નેતા ક્યા કરી રહ્યા છે આજે પ્રચાર

આ કોલર ટ્યુન હવે રાજકીય રૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આ કોલરટ્યુનનો વિરોધ કરાયો છે કોંગ્રેસ પ્રવક્તા નીશિત વ્યાસે આ અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી છે.