અમદાવાદ/ I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યુ

નીતિની સફળતા માટે ઇનોવેશન ઇકોસિસ્ટમના સમર્થનની જરૂરિયાત માટે i-Create જેવી અગ્રણી સંસ્થાએ Evsને ફોકસ એરિયા બનાવવા માટે કરેલી પહેલ EV ટેક્નોલોજી ઉપયોગમાં ગુજરાતને મદદરૂપ થશે.

Ahmedabad Gujarat
Untitled 93 I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યુ

ભૂપેન્દ્ર પટેલે i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન પણ આ મુલાકાત દરમ્યાન કર્યુ હતું.i-Create EV સેન્ટર ઓફ એક્સલન્સમાં નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવાથી માંડીને શહેરો માટે ઓપન સ્ટાન્ડડર્સ તરીકે ગ્રીન અર્બન માસ મોબિલિટી પ્લેટફોર્મ વિકસાવવા સુધીની અનેક પહેલો ચાલી રહી છે.

ભારત સરકારના ર૦૩૦ના ઇલેક્ટ્રિક વાહનો (EV)ના લક્ષ્યાંકને સમર્થન આપવા માટે રાજ્ય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિકવ્હીકલ પોલિસી-ર૦ર૧ ઘડી છે. તેમાં EV ખરીદદારો અને EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણ કરનારાઓ માટે સબસિડી/પ્રોત્સાહન તરીકેની યોજનાનો પણ સમાવેશ થયેલો છે.

આ નીતિની સફળતા માટે ઇનોવેશન ઇકોસિસ્ટમના સમર્થનની જરૂરિયાત માટે i-Create જેવી અગ્રણી સંસ્થાએ Evsને ફોકસ એરિયા બનાવવા માટે કરેલી પહેલ EV ટેક્નોલોજી ઉપયોગમાં ગુજરાતને મદદરૂપ થશે.

આ પણ વાંચો:રાજકીય / ભાજપ પાસે છે સૌથી વધુ સંપત્તિ, ADRના રિપોર્ટ પરથી જાણો અન્ય પાર્ટીઓની હાલત

સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઉબર સાથે મળીને i-Create એ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવા અને તેને અપનાવવા માટેના પ્રગતિશીલ વિચારોને સમર્થન આપવા માટે ગ્રીન મોબિલીટી ઇનોવેશન ચેલેન્જ હાથ ધરી હતી. આ ચેલેન્જમાં સમગ્ર ભારતમાંથી EV ઇનોવેટર્સની ૪૦૦ જેટલી એન્ટ્રીઓ આવી હતી.

મુખ્યમંત્રી એ આ Evangeliseના વિજેતાઓને અભિનંદન આપ્યા અને i-Createની ર અને ૩ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો (EV) માટેની મેગા ઇનોવેશન ચેલેન્જના વિજેતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.i-Createનું EV સેન્ટર ઓફ એક્સેલન્સ ઉદ્યોગ જગતની અગ્રણી કંપનીઓ સાથે ભાગીદારી કરી રહ્યું છે.
આ પણ વાંચો:Covid-19 / હવે કોરોનાનું નવું વેરિઅન્ટ નિયોકોવ ફેલાવે છે ભય, ચીની વૈજ્ઞાનિકોનો દાવો – 3માંથી 1 દર્દીનું મોત