Not Set/ વીરપુરનું જલારામ મંદિર આજથી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ,ડાકોર અને દ્વારકા મંદિરો પણ તહેવારોમાં રહેશે બંધ

કોરોનાના કપરા કાળમાં ભીડ એકત્રિત થવાના કારણે તંત્રમાં વધવાનો ખતરો રહેલો છે  જાહેર સ્થળો પર લોકોની ભીડ એકઠી ન થાય, દુકાનો-સ્ટોર પર લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.મંદિરોમાં પણ

Top Stories Gujarat
jalarm temple 1 વીરપુરનું જલારામ મંદિર આજથી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ,ડાકોર અને દ્વારકા મંદિરો પણ તહેવારોમાં રહેશે બંધ

દેશ અને રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેવામાં કોરોનાના કપરા કાળમાં ભીડ એકત્રિત થવાના કારણે કેસ વધવાનો ખતરો રહેલો છે  જાહેર સ્થળો પર લોકોની ભીડ એકઠી ન થાય, દુકાનો-સ્ટોર પર લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.અગાઉ મંદિરોમાં  સોશ્યલ ડિસ્ટન્સ અને પૂજા કરતી વખતે અમુક શરતો સાથે દર્શનાર્થીઓને છૂટછાંટ અપાઈ હતી.કોરોના સંદર્ભમાં સ્થિતિ એક વર્ષ પહેલા હતી તેનું જાણે પુનરાવર્તન થઇ રહ્યું છે. ફરી એક વખતવર્તમાન સમયમાં ખુબ જ ગંભીર રીતે ચાલી રહેલા કોરોના મહામારીના ફેલાવાને ધ્યાને રાખીને વિવિધ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.

વીરપુર જલારામ મંદિર

જલિયાણધામ વિરપુર તા. 27 માર્ચ થી ૩૦ માર્ચ 2021 સુધી મુલાકાતીઓ, દર્શનાર્થીઓ, અતિથિઓ માટે બંધ રહેશે.આગામી હોળી – ધુળેટીના તહેવાર પર ત્રણ દિવસ સુધી વિરપુરનું જલારામ મંદિર અતિથિ અને મુલાકાતીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.કોરોનાની સ્થિતિ સુધારવાના બદલે વધુ બગડી રહી છે. દરરોજ નવા કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આ પહેલા ગત વર્ષે તા. 30/8/2020 થી 1/10/2020 સુધી એક માસ માટે મંદિર બંધ રાખવા વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા જયસુખરામબાપા ચાંદ્રાણીએ કરી હતી. ઉપરાંત ગત જન્માષ્ટમીના તહેવારો પર મંદિરમાં ભીડ એકઠી ન થાય તે માટે 12 દિવસ મંદિર બંધ રહ્યું હતું. ત્યારે ફરી એક વાર તકેદારીના ભાગરૂપે મંદિર ભાવિકો માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

veerpur 1 વીરપુરનું જલારામ મંદિર આજથી 30 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ,ડાકોર અને દ્વારકા મંદિરો પણ તહેવારોમાં રહેશે બંધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર 3 દિવસ બંધ

હોળી-ધૂળેટીના પર્વ પર યાત્રાધામ ડાકોર પણ આજથી ત્રણ દિવસ બંધ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આજથી 29 તારીખ સુધી મંદિર બંધ રહેશે.ફૂલડોલ ઉત્સવમાં પર ભક્તો માટે મંદિર આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બંધ રાખવામાં આવ્યું છે. તેમજ હોળી-ધૂળેટીના પર્વ હોવા છતાં પણ મંદિરમાં ભક્તો ને પ્રવેશ આપવામાં નહીં આવે અને કોરોનાના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Kheda – Welcome to Gujarat

દ્વારકાધીશ મંદિર આજથી 3 દિવસ બંધ

હોળી-ધૂળેટીના પર્વ પર મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે.ફૂલડોલ ઉત્સવમાં ભક્તોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે તેમજ29 માર્ચ સુધી ભગવાન દર્શન નહીં કરી શકાય.કોરોના સંક્રમણ વધતા લેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે.

India char dham yatra, char dham yatra packages,

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…