મેચ પહેલા બીસીસીઆઈએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ધર્મશાળાનાં ગ્રાઉન્ડની તસવીર શેર કરી . ધર્મશાળામાં ટી -20 મેચ માટેની અદભૂત પીચ જોવા મળી હતી, પરંતુ કાળા ડિબંગા વાદળો પણ જોવા મળ્યા હતા જેના કારણે મેચ પર સંકટ મંડરાતુ જોવામાં આવી રહ્યું છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીનો પહેલી મેચ આવતીકાલે ધર્મશાલાના એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. અદભૂત પિચ સાથે હવામાનથી ચાહકોને ડર લાગી રહ્યો છે. ધર્મશાળાનાં આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ધર્મશાળામાં મેચના દિવસે પણ ભારે વરસાદની સંભાવના છે. પહેલા ટી -20 મેચમાં વરસાદનું જોખમ છે. હિમાચલ પ્રદેશ ચોમાસાનાં નિષ્ણાતો માને છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યનાં નીચલા અને મધ્યમ વિસ્તારોમાં વરસાદ પડશે.
ઝડપી બોલરોને પીચ અને ભેજવાળા હવામાનની મદદ મળશે
વરસાદને કારણે પિચ પર ભેજ રહેશે અને આ ઝડપી બોલરોને મદદ કરી શકે છે. ધર્મશાળાની પિચ લીલા રંગની દેખાઈ રહી છે, જે ઝડપી બોલરોને મદદ કરી શકે છે. આપને જણાવી દઇએ કે ભારતે ટી 20 શ્રેણી માટે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમારને આરામ આપ્યો છે. જ્યારે, દક્ષિણ આફ્રિકામાં કાગિસો રબાડા અને જુનિયર ડાલા છે, જે ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.