ગોળીબાર/ અમેરિકાના કોલંબિયા મોલમાં ગોળીબાર,12 લોકો ઘાયલ,ત્રણની ધરપકડ

કોલંબિયાના સાઉથ કેરોલિના મોલમાં શનિવારે થયેલા ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા હતા અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

Top Stories World
7 24 અમેરિકાના કોલંબિયા મોલમાં ગોળીબાર,12 લોકો ઘાયલ,ત્રણની ધરપકડ

અમેરિકામાં જાહેર સ્થળો પર ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે. કોલંબિયાના સાઉથ કેરોલિના મોલમાં શનિવારે થયેલા ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા હતા અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.કોલંબિયાના પોલીસ વડા વિલિયમ હોલબ્રુકે જણાવ્યું હતું કે આ ઘટના કોલંબિયાના સેન્ટર મોલના પરિસરમાં બની હતી. તેમણે કહ્યું કે ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે ત્રણ હથિયારધારી શખ્સોની અટકાયત કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે તે સ્પષ્ટ નથી કે ખરેખર કેટલા લોકોએ હથિયારો ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસનું માનવું છે કે ગોળીબાર આકસ્મિક હુમલો નથી. તેણે વધુમાં કહ્યું કે અમે માનીએ છીએ કે સશસ્ત્ર માણસો એકબીજાને ઓળખતા હતા અને કોઈ પ્રકારનો સંઘર્ષ થયો હતો જેના પરિણામે ગોળીબાર થયો હતો.

Untitled 17 અમેરિકાના કોલંબિયા મોલમાં ગોળીબાર,12 લોકો ઘાયલ,ત્રણની ધરપકડ