દમ મારો દમ/ અમદાવાદમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, એકની ધરપકડ

નબિરો ફોરેનથી મંગાવતો હતો હાઈબ્રિડ ગાંજો : બિટકોઈન ક્રિપ્ટો કરન્સિ દ્વારા કરતો ફોરેનમાં પેમેન્ટ

Top Stories Ahmedabad Gujarat Uncategorized
Hybrid Marijuana seized from Ahmedabad Archit Aggarwal arrested

@ રવિ ભાવસાર

અમદાવાદ શહેરમાંથી હાઈબ્રિડ ગાંજાના જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક સપ્લાયરની ધરપકડ કરી છે. આ પહેલા સાણંદ નજીક ઉલારિયા ચોકડી પાસેથી બે દિવસ પહેલા મોડી રાત્રે ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલા શખ્સ પાસેથી 10.05 ગ્રામ હાઈબ્રિડ ગાંજો અને 27.45 ગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો.

અમદાવાદ રૂલર પોલીસે ઉજાલા ચોકડી પાસેતી 375 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે નબીરાને ઝડપી પાડ્યો હતો. આરોપી અર્ચિત અગ્રવાલ ફોરેનથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને પેડલરો રાખી ગાંજો વેચતો હતો. એટલું જ નહીં ગાંજાનું સેવન કરતી પ્રતિક્રિયા આપતો બ્લોગ લખી યુવાધનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો.

આરોપી અર્ચિત અગ્રવાલ બોપલ વિસ્તારમાં લક્ઝયુરિયસ કાર સાથે પાડી સોશિયલ મીડિયા પોસ્ટ કરી સીનસપાટા મારતો હતો. આરોપીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કોઇ કલ્બ જેવા ફાર્મહાઉસ નજર પડે છે. તેમાં અર્ચિત અગ્રવાલ તેના મિત્રો સાથે જોવા મળે છે. વીડિયોમાં અર્ચિત ગાંજાનું સેવન કરે છે અને કસ મારી ધુમાડા ઉડા છે.

હાલ અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાએ બાતમીના આધારે આરોપી અર્ચિત અગ્રવાલને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.