israel hamas war/ ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?

સાત ઓક્ટોબરની સવારે હમાસે ઈઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને જૂથો વચ્ચે ફરી ભયાનક યુદ્ધ છેડાઈ ગયું છે.

Top Stories World
YouTube Thumbnail 57 1 ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી જંગ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેતો આપ્યા છે. ગયા વર્ષે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે પણ વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું અને હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વિશ્વનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ વાળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધે વર્લ્ડ વોરનો નવો મોરચો બનાવ્યો છે. આ યુદ્ધમાં પણ વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો સાયરન ગમે ત્યારે વાગી શકે છે.

ત્રીજા વિશ્વ યુદ્ધની આહટ એટલા માટે છે કારણ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પહેલા વિશ્વમાં માત્ર થોડા જ યુદ્ધ મોરચા હતા. તેમાં રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને ઈરાન, લિબિયા અને ઇઝરાયલ, ચીન અને તાઇવાન, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા, નાઇજર અને ફ્રાન્સ, પોલેન્ડ અને બેલારુસ, રશિયા અને ફિનલેન્ડ અને આર્મેનિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. હવે તેમાં ઈઝરાયલ અને હમાસનું નવું નામ જોડાઈ ગયું છે.

વિશ્વ મહિનાઓથી યુદ્ધનો ઘા સહન કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા અનેકવાર પરમાણુ હુમલાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવે ઇઝરાયેલ પર હમાસના હુમલાએ વધુ એક યુદ્ધ શરૂ કર્યું છે. હવે હમાસને ખતમ કરવાના ઇઝરાયલના શપથ બાદ ત્રીજા વિશ્વ યુદ્ધની અટકળો ફરી શરૂ થઈ છે, કારણ કે કહેવાય છે કે ઇઝરાયલ પાસે પરમાણુ મિસાઇલો પણ છે. પરમાણુ બોમ્બથી સજ્જ દેશ પર આવો હુમલો મોટા જોખમને આમંત્રણ આપી શકે છે.

લેબનોનની એન્ટ્રીથી આગમાં ઘી હોમાયું

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાની એન્ટ્રીએ આગમાં ઘી હોમ્યું છે. ઈઝરાયલ તેના ઘણા દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. લેબનાન પણ તેમાંથી એક છે. ઈઝરાયલ અને લેબનોન વચ્ચે ઈઝરાયેલના કબજા હેઠળના ઉત્તરીય ભાગને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લેબનોન ઉત્તરીય ભાગને પોતાનો દાવો કરે છે. આ સિવાય ઈઝરાયલ એક બાજુ સીરિયા સાથે પણ પોતાની સરહદ વહેંચે છે. લેબનોનની સાથે હિઝબુલ્લા આતંકવાદીઓનો સીરિયામાં પણ અડ્ડો છે, જેને ઈરાનની સેનાનું સમર્થન છે.

આવી સ્થિતિમાં જ્યારે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન અને લેબેનોને પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાએ માત્ર ટેકો જ આપ્યો નથી, પરંતુ ત્રણ ઇઝરાયલી લક્ષ્યો પર ડઝનેક રોકેટ અને શેલ પણ છોડ્યા છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લા ઈઝરાયલના વિસ્તારોમાં મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કર્યો છે. લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ માઉન્ટ ડોવ વિસ્તારમાં પડી હતી. લેબનોનના આ હુમલાનો ઈઝરાયલે પણ જવાબ આપ્યો અને કહ્યું કે અમે લેબનોન વિસ્તારો પર હુમલો કર્યો છે જ્યાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

એક તરફ પેલેસ્ટાઈન, લેબેનોન અને કેટલાક અન્ય દેશો ઈઝરાયલને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા એવા દેશ છે જે ઈઝરાયલના સમર્થનમાં છે. સોમવારે અમેરિકાએ ઈઝરાયલને પોતાનો યુદ્ધ કાફલો પણ સોંપી દીધો હતો. ભારતની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, યુક્રેન અને જર્મની જેવા દેશો ઇઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરી રહ્યા છે.

કોણ કોની સાથે ઊભું હતું?

ઈઝરાયલની સાથે- ભારત, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, કેનેડા, કોલંબિયા, જ્યોર્જિયા, હંગેરી, ઇટાલી અને યુક્રેન છે.

તો ચીન, તુર્કી, ઈરાન, પાકિસ્તાન, કુવૈત, લેબનોન અને ખાડી દેશો પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?


આ પણ વાંચો: CWC/ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે શું છે પ્લાન?

આ પણ વાંચો: બનાસકાંઠા/ થરાદના ખોડા ચેકપોસ્ટ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, બંને ડ્રાઇવરો બળીને ખાખ

આ પણ વાંચો: Election/ આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર