Not Set/ અફઘાનિસ્તાનમાં બોમ્બબ્લાસ્ટ, 6 લોકોનાં મોત, 8 થી વધુ લોકો ઘાયલ

અફઘાનિસ્તાનનાં જઘાતુ જિલ્લાનાં દારા-એ-કિયાક વિસ્તારમાં રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં છ નાગરિકોનાં મોત નીપજ્યાં છે જ્યારે આઠથી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ગઝની પ્રાંતનાં પ્રવક્તા વહિદુલ્લાહ જુમાજાદાએ આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ રસ્તા પરથી પસાર થતા સૈન્ય કાફલાને નિશાન બનાવવા માટે લગાવવામાં આવ્યો હતો. […]

World
0dcf735dc7edc932f54d89375b4d5d06 અફઘાનિસ્તાનમાં બોમ્બબ્લાસ્ટ, 6 લોકોનાં મોત, 8 થી વધુ લોકો ઘાયલ

અફઘાનિસ્તાનનાં જઘાતુ જિલ્લાનાં દારા-એ-કિયાક વિસ્તારમાં રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં છ નાગરિકોનાં મોત નીપજ્યાં છે જ્યારે આઠથી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ગઝની પ્રાંતનાં પ્રવક્તા વહિદુલ્લાહ જુમાજાદાએ આ માહિતી આપી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ રસ્તા પરથી પસાર થતા સૈન્ય કાફલાને નિશાન બનાવવા માટે લગાવવામાં આવ્યો હતો. પરંતુ એક મુસાફરની ગાડી આ આઈ.ઈ.ડી. ની ઝપટમાં આવી ગઇ અને ત્યા ટક્કર વાગી ગઇ હતી. ટક્કર વાગતા જ વિસ્ફોટનાં કારણે કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. અફઘાનિસ્તાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે શનિવારે નાગરિકોનાં મોત અંગેનાં આંકડા જાહેર કર્યા હતા.

આ આંકડા જે કહે છે કે પાછલા અઠવાડિયામાં તાલિબાનની હિંસામાં 23 નાગરિકો માર્યા ગયા અને 45 અન્ય ઘાયલ થયા. તાલિબાન દ્વારા હજી સુધી આ આંકડા પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં આંકડા મુજબ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનનાં 16 પ્રાંતોમાં છેલ્લા સાત દિવસમાં 284 હુમલા કરવામાં આવ્યા છે. એનએસસીનાં પ્રવક્તા જાવેદ ફૈસલે કહ્યું કે, જે પ્રાંતમાં સૌથી વધુ ઘટનાઓ બની છે તેમાં કાબુલ, કંદહાર, નંગરહાર અને હેરાતનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.