પાકિસ્તાનનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની તબિયત સોમવારે અચાનક લથડી ગઈ હતી, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેઓ એક ગંભીર બીમારીથી પીડિત છે, પાકિસ્તાની ચેનલોનાં અહેવાલો મુજબ, 75 વર્ષનાં મુશર્રફને હૃદયની સમસ્યા હતી અને તેમનું બ્લડ પ્રેશર પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
આપને જણાવી દઈએ કે મુશર્રફ માર્ચ 2016 થી દુબઇમાં રહે છે. 2007 માં બંધારણ મુલતવી રાખવાના કેસમાં તેમની ઉપર દેશદ્રોહનો આરોપ મૂકાયો હતો. 2014 માં કોર્ટે તેમને આ કેસમાં આરોપી માન્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુશર્રફ અમીલોઇડોસિસ જેવી ગંભીર બિમારીથી પીડાય છે, જેની દવા ચાલી રહી છે. આ પ્રતિક્રિયાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ પહેલા માર્ચની શરૂઆતમાં મુશર્રફને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.