Not Set/ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડરને શોધી ફોટો કર્યો શેર

નાસાએ ભારતનાં મિશન ચંદ્રયાન-2 ના ગુમ થયેલ વિક્રમ લેન્ડર વિશે મોટી માહિતી શેર કરી છે. નાસાએ કહ્યું છે કે તેણે ચંદ્રયાન-2 નાં વિક્રમ લેન્ડરની શોધી દીધુ છે. નાસાએ વિક્રમ લેન્ડરનાં લેન્ડિંગ સ્થળની તસવીરો પણ શેર કરી છે. જો કે ચંદ્ર સપાટી પર નરમ ઉતરાણ કરતી વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારે […]

Top Stories World
Nasa અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડરને શોધી ફોટો કર્યો શેર

નાસાએ ભારતનાં મિશન ચંદ્રયાન-2 ના ગુમ થયેલ વિક્રમ લેન્ડર વિશે મોટી માહિતી શેર કરી છે. નાસાએ કહ્યું છે કે તેણે ચંદ્રયાન-2 નાં વિક્રમ લેન્ડરની શોધી દીધુ છે. નાસાએ વિક્રમ લેન્ડરનાં લેન્ડિંગ સ્થળની તસવીરો પણ શેર કરી છે. જો કે ચંદ્ર સપાટી પર નરમ ઉતરાણ કરતી વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારે ઇસરોનું મિશન ચંદ્રયાન-2 ને મોટી નિરાશા મળી હતી, જે પછી નાસાએ તેને શોધી કાઠ્યો છે.

Image result for nasa"

નાસાએ વિક્રમ લેન્ડરનાં લેન્ડ કર્યાનાં ફોટો શેર કર્યા છે. નાસાનાં મિશન લૂનર રીકાનસન્સ ઓર્બિટર કેમેરાએ લીધેલ ફોટો લીધી છે જેમા જોઇ શકાય છે કે ચંદ્રમાની સપાટી પર શું ફેરફાર થયા છે જ્યારે વિક્રમ લેન્ડરે ચંદ્ર સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતુ. નાસા દ્વારા શેર કરેલી તસવીરોમાં ગ્રીન અને બ્લૂ રંગ બતાવવામાં આવ્યો છે જે દર્શાવે છે કે વિક્રમ લેન્ડર ક્યાં તૂટીને પડી ગયુ અને તેનો કાટમાળ ક્યાં છે.

નાસાએ કહ્યું છે કે ગ્રીન ડોટ્સ પુષ્ટિ કરે છે કે તે વિક્રમ લેન્ડર છે. જ્યારે બ્લૂ ડોટ્સ સૂચવે છે કે લેન્ડરનાં ઉતરાણ પછી, જમીનની માટી હટી છે, જ્યાં વિક્રમ લેન્ડરે ઉતરાણ કર્યું હતું. આ સૂચવે છે કે કાટમાળની ઓળખ શનમુગા સબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી છે. શનમુગા સબ્રમણ્યમે એલઆરઓસીની ટીમે આ વાતની પુષ્ટી કરી છે કે પહેલા અને બાદની તસવીરોની તુલનાનાં આધારે આ વાતની પુષ્ટી થાય છે કે વિક્રમ લેન્ડર અહી જ લેન્ડ થયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.