sanatan dharma/ સનાતન ધર્મ વિવાદ પર સુપ્રીમ કોર્ટ સખ્ત, ઉદયનિધિ સ્ટાલિનને ફટકારી નોટિસ

દેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

Top Stories India
Mantavyanews 4 13 સનાતન ધર્મ વિવાદ પર સુપ્રીમ કોર્ટ સખ્ત, ઉદયનિધિ સ્ટાલિનને ફટકારી નોટિસ

દેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સનાતન ધર્મ ઉન્મૂલન સમ્મેલનના આયોજકો સામે કેસ નોંધવાના નિર્દેશોની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને નોટિસ જાહેર કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર, એ રાજા, સીબીઆઈ અને અન્ય પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે.

SCએ હેટ સ્પીચ સ્વીકારવાનો ઇનકાર કર્યો

સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉદયનિધિના નિવેદનને હેટ સ્પીચ ગણવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે આ અરજીની સંજ્ઞાન લઈને આ નોટિસો જારી કરી છે, જેમાં સનાતન ધર્મને લઈને દ્વેષપૂર્ણ નિવેદનો દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઉપરોક્ત તમામ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આ કેસની સાથે હેટ સ્પીચ પર પડતર અન્ય અરજીઓ સાથે સુનાવણી કરશે. ચેન્નાઈના એક વકીલે તામિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ થઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે.

તાજેતરમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) યુવા પાંખના નેતા અને તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને બુધવારે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ન તો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ન તો હવે કારણ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયના છે. તેણે કહ્યું, “આને આપણે સનાતન ધર્મ કહીએ છીએ.”

આ પણ વાંચો: IND Vs AUS 1st ODI Live/ રવિન્દ્ર જાડેજાએ ભારતને અપાવી બીજી સફળતા, ડેવિડ વોર્નર ફિફ્ટી ફટકારીને આઉટ

આ પણ વાંચો: Gujarat Heavy Rain/ વીકેન્ડમાં બહાર ફરવાનો વિચાર હોય તો માંડી વાળજો, ભારે વરસાદની છે આગાહી

આ પણ વાંચો: Ramesh Bidhuri/ સંસદની ગરિમા અને મર્યાદા ભુલ્યા ભાજપ સાંસદ રમેશ બિધુરી, જાણો શું બોલ્યા…