Gujarat Heavy rain/ વીકેન્ડમાં બહાર ફરવાનો વિચાર હોય તો માંડી વાળજો, ભારે વરસાદની છે આગાહી

વીકેન્ડમાં ક્યાંય ફરવા જવાનો વિચાર છે તો ફરી એકવાર વિચાર કરી લેજો. વરસાદ આ વીકેન્ડને પણ પાણીથી તરબોળ કરી દેવા માટે તૈયાર છે.

Top Stories Gujarat
Mantavyanews 5 10 વીકેન્ડમાં બહાર ફરવાનો વિચાર હોય તો માંડી વાળજો, ભારે વરસાદની છે આગાહી

અમદાવાદઃ વીકેન્ડમાં ક્યાંય ફરવા જવાનો વિચાર છે તો ફરી એકવાર વિચાર કરી લેજો. વરસાદ આ વીકેન્ડને પણ પાણીથી તરબોળ કરી દેવા માટે તૈયાર છે. આમ વીકેન્ડમાં પલળવું હોય તો વાંધો નથી, પણ બહાર જવું હોય તો ખરેખર ધ્યાનમાં લેવું પડશે. તેથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવે તો ચોંકતા નહીં. રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ એટલે કે શનિ-રવિમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે. તેના લીધે આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવાની છે. તેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ તરબોળ રહેવાના છે.  આ સિસ્ટમ અન્વયે સુરત, ડાંગ, તાપી અને નવસારી આજે વરસાદમાં બરોબરના ન્હાશે. જ્યારે આવતીકાલે વડોદરા, પંચમહાલ, દાહોદ પાણીથી તરબોળ હશે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના છે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. આવતીકાલે એટલે કે શનિવારે તાપમાન હજી પણ નીચે ઉતરી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 115.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના કુલ 207 જળાશયમાંથી 54 જળાશયમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. આમ 54 ટકા એટલે કે કુલ જળાશયોમાંથી 25 ટકા જળાશય છલોછલ થઈ ગયા છે. જ્યારે 90 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ Water storage થયો છે. જ્યારે રાજ્યના 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના 23 જળાશયોમાં 25થી 50 ટકા અને રાજ્યના દસ જળાશયોમાં 25 ટકાં કરતાં ઓછો જળસંગ્રહ થયો છે.

હવે ઝોન વાઇઝ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15, મધ્ય ગુજરાતના 17 અને દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 તથા સૌરાષ્ટ્રના 141 જળાશયો મહદ અંશે છલોછલ છે. ઉત્તર ગુજરાતના મહત્વના બંધમાં જોઈએ તો મહેસાણાનો Water storage ધરોઈ ડેમ 93.50 ટકા ભરાયો છે. આ ડેમમાં 5,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી બાજુએ બંધમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. તેની સામે હાલમાં જળસપાટી 620.35 પર પહોંચી ચૂકી છે.

 

આ પણ વાંચોઃ India-Canada Tension/ ભારત-કેનેડા તણાવ વચ્ચે ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા મૂંઝવણમાં, ડિસેમ્બરથી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા

આ પણ વાંચોઃ United Nations Security Council/ યુએન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધારણાની ઉગ્ર માંગ,ભારત સહિત આ દેશના વિદેશ મંત્રીઓની બેઠક

આ પણ વાંચોઃ Canada/ ‘અહીં નફરતને કોઈ સ્થાન નથી’, વધતા ખાલિસ્તાની આતંક વચ્ચે કેનેડાને સમજ આવી ભારતની વાત!

આ પણ વાંચોઃ આશ્ચર્યમ/ યુવકના પેટમાંથી 15 સેમી લાંબી છરી નીકળી, ડોક્ટરો પણ ચોંક્યા

આ પણ વાંચોઃ Canada/ …જ્યારે જસ્ટિન ટ્રુડોના પિતાને ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો જડબાતોડ જવાબ