આશ્ચર્યમ/ યુવકના પેટમાંથી 15 સેમી લાંબી છરી નીકળી, ડોક્ટરો પણ ચોંક્યા

22 વર્ષીય યુવક પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ગયો હતો.

World Trending
Mantavyanews 73 1 યુવકના પેટમાંથી 15 સેમી લાંબી છરી નીકળી, ડોક્ટરો પણ ચોંક્યા

પાડોશી દેશ નેપાળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતો 22 વર્ષીય યુવક પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ગયો હતો. જ્યારે ડોકટરોએ તેને તેના પેટ પરના ડાઘ વિશે પૂછ્યું, ત્યારે તે ચોક્કસ જવાબ આપી શક્યો નહીં. જ્યારે ડોક્ટર્સે તેનો એક્સ-રે જોયો તો બધા સ્તબ્ધ થઈ ગયા હતા. યુવકના પેટમાં 15 સેમીની છરીની બ્લેડ જોવા મળી હતી. હાલ ડોક્ટરોએ તેનું ઓપરેશન કરીને છરી કાઢીને યુવકનો જીવ બચાવ્યો હતો.

ઘટના સમયે યુવક દારૂના નશામાં હતો

એક મીડિયા રિપોર્ટ, યુવકની હોસ્પિટલમાં જવાના એક દિવસ પહેલા કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તેના પેટમાં છરી મારી હતી. ત્યાર બાદ સ્થાનિક આરોગ્ય કર્મચારીએ તેના ઘાને ટાંકા લઈ આપ્યા હતા. કોઈને ખ્યાલ ન હતો કે છરીની બ્લેડ તૂટીને તેના પેટમાં રહી ગઈ હતી. કારણ કે તેના પેટ પર છરી ઘૂસી જવાના કોઈ નિશાન સ્પષ્ટ દેખાતા ન હતા. ઘા પણ સુકાઈ ગયો હતો. તેથી આરોગ્ય કર્મચારીએ તેને રજા આપી અને તેને રવાના કર્યો હતો. યુવકને પણ આ ઘટના વિશે વધુ કંઈ યાદ નથી. હુમલો થયો ત્યારે તે દારૂના નશામાં હતો.

એક દિવસ બાદ દુ:ખાવો અનુભવાય

આ ઘટનાના એક દિવસ પછી તેને પેટમાં ભારે દુ:ખાવો થયો હતો. દુ:ખાવો એટલો વધી ગયો કે તેને હોસ્પિટલ જવું પડ્યું. તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે યુવકે ઉબકા આવવાની ફરિયાદ નથી કરી. ઝાડા-ઉલ્ટી પણ ન હતાં. તેનું બ્લડ સક્યુલેશન પણ સામાન્ય હતું.

જો કે, જ્યારે ડોકટરોએ સંપૂર્ણ તપાસ કરી ત્યારે તેના પેટની જમણી બાજુએ ટાંકાઓ દેખાયા હતા. પછી યુવકને પૂછ્યું કે શું થયું. ત્યારબાદ તેણે છરાબાજીની ઘટના અંગે માહિતી આપી હતી. ડોક્ટરોએ યુવકના પેટનો એક્સ-રે કરાવ્યો હતો. અન્ય ઘણા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

એક પણ અંગને નથી થયુ નુકસાન

જ્યારે એક્સ-રે આવ્યો ત્યારે ડોક્ટરોએ યુવકના પેટમાં છરીની બ્લેડ જોઈ હતી. નવાઈની વાત એ હતી કે છરી પેટમાં હતી, પરંતુ તેનાથી કોઈ અંગને નુકસાન થયું ન હતું. ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરીને છરીની બ્લેડને દૂર કરવા માટે લેપ્રોટોમી કરવામાં આવી હતી. ડોક્ટરોએ યુવકના પેટમાં ઓમેન્ટમમાં વીંટાળેલી છરી મળી આવી હતી. ડોકટરોએ જણાવ્યું કે યુવક સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા છે. જો કે, તે ફરીથી સારવાર માટે આવ્યો ન હતો.

આ પણ વાંચો: Child Smartphone Addiction/ શું તમારું બાળક ફોનનું વ્યસની બની ગયું છે? તો સાવધાન તે બની શકે છે આ બીમારીનો શિકાર

આ પણ વાંચો: Canada India Tensions/ કેનેડાના પીએમ ટ્રુડોના આરોપો પર ભારતીય વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન…

આ પણ વાંચો: Stock Market/ શેરબજારમાં અવિરત ઘટાડો જારીઃ સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 19750 ની નીચે બંધ