Not Set/ દક્ષિણ આફ્રિકાના અમલાએ વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ

પોર્ટ એલિઝાબેથ, છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાએ વધુ એકવાર પોતાનું ફોર્મ સાબિત કર્યું છે. ૩૬ વર્ષીય અમલાએ પોર્ટ એલિઝાબેથ ખાતે પાકિસ્તાન સામે રમાયેલી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારતા ૧૦૮ રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ અમલાએ પોતાના કેરિયરની ૨૭મી સદી ફટકારી છે અને સાથે સાથે એક […]

Top Stories Trending Sports
DxR ntsUcAAT9zo દક્ષિણ આફ્રિકાના અમલાએ વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ

પોર્ટ એલિઝાબેથ,

છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાએ વધુ એકવાર પોતાનું ફોર્મ સાબિત કર્યું છે. ૩૬ વર્ષીય અમલાએ પોર્ટ એલિઝાબેથ ખાતે પાકિસ્તાન સામે રમાયેલી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારતા ૧૦૮ રનની ઇનિંગ્સ રમી હતી.

આ સાથે જ અમલાએ પોતાના કેરિયરની ૨૭મી સદી ફટકારી છે અને સાથે સાથે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

Image result for virat kohli and hashim amla

હાશિમ અમલાએ વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૭ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ પહેલા વિરાટ કોહલીએ ૧૬૯ ઇનિંગ્સમાં ૨૭ સદી ફટકારી હતી.

જો કે આ પહેલા પણ અમલાએ જ સૌથી ઝડપી ૨૬ ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. અમલાએ ૧૫૪ ઇનિંગ્સમાં ૨૬ સદી ફટકારી હતી જયારે કોહલીએ ૨૬ સદી પૂરી કરવા માટે ૧૬૬ ઇનિંગ્સની જરૂરત પડી હતી.

વન-ડેમાં સૌથી ઝડપી ૨૭ સદી :

૧. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) : ૧૬૭ ઇનિંગ્સ

૨. વિરાટ કોહલી (ભારત) : ૧૬૯ ઇનિંગ્સ

૩. સચિન તેંડુલકર (ભારત) : ૨૫૪ ઇનિંગ્સ

૪. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) : ૩૦૮ ઇનિંગ્સ

૫. સનથ જયસુર્યા (શ્રીલંકા) : ૪૦૪ ઇનિંગ્સ