Canada/ …જ્યારે જસ્ટિન ટ્રુડોના પિતાને ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો જડબાતોડ જવાબ

પિયરે ટ્રુડોએ ઈન્દિરા ગાંધીની વાત માની હોત તો 331 લોકોના જીવ બચી ગયા હોત

World Trending
indira gandhi befitting reply justin trudeau father pierre trudeau …જ્યારે જસ્ટિન ટ્રુડોના પિતાને ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો જડબાતોડ જવાબ

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોના આરોપ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વણસતા જાય છે. જોકો, કેનેડા સાથે સંબંધ આ રીતે પહેલીવાર ખરાબ થયા નથી. ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે પણ કેનેડા સાથે સંબંધમાં ખટાશ આવી હતી.

ભારત અને કેનેડા બંને રાષ્ટ્રમંડલના સભ્ય દેશ છે. કેનેડાને 1867માં સ્વતંત્રતા મળી જ્યારે ભારતને 1947માં આઝાદ થયું હતું. બંને દેશ વચ્ચે 1947થી એક લગાવ હતા. બંને દેશએ સાથે મળીને ઘણા ક્ષેત્રમાં કામ કર્યું છે. કોરિયા યુદ્ધ વખથે ભારતે તટસ્થ નેશન્સ રીપેટ્રિએશન કમિશન (NNRC)ની અધ્યક્ષતા કરી હતી, આ કમિશમાં કેનેડા પણ એક સભ્ય હતું. વૈશ્વિક બાબતોમાં ભારતે તુલનાત્મક રીતે પ્રમુખ ભૂમિકા ભજવી હતી, જ્યારે કેનેડાની ભૂમિકા ભારતના સમર્થક રીતે ઊભરી હતી.

ભારત અને કેનેડા વચ્ચે સબંધોમાં તણાવ 1948થી શરૂ થઇ ગયા હતા. 1948માં કેનેડાએ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવા માટે સમર્થન આપ્યું હતું. જોકે, 1951 સુધીમાં બંને દેશ વચ્ચે સબંધ ફરી પાટા પર ચડી ગયા હતા. કેનેડાએ અનાજ, ફાયનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની મદદ કરી હતી. બંને દેશ વચ્ચે ઉતાર-ચઢાવ વચ્ચે 1966માં ‘જ્યાં ચેરેતિન’ (પાછળથી 1993થી 2003 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી) ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓ વડાપ્રધાન લિસ્ટર પિયર્સન (1963-1968)ના સંસદીય સચિવ હતા. બંને દેશ વચ્ચે સંબંધો સુધર્યા હતા.

પિયર્સન બાદ જસ્ટિન ટ્રુડોના પિતા પિયરે ટ્રુડો વડાપ્રધાન (1968-79) બન્યા તો ફરી ભારત સાથે સંબંધ બગડ્યા હતા. ભારતે મે 1974માં પહેલું પરમાણુ પરીક્ષણ (પોખર-1) કર્યું ત્યારે અમેરિકાના સુરમાં સુર ભેળવી ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, આ પછળનું એક કારણે પરમાણુ ઉપકરણમાં ઉપયોગમાં લેવામાં આવેલું પ્લુટોનિયમ હતું. આ પ્લુટોનિયમનું ઉત્પાદન કેનેડાની મદદથી મેળવેલા પરમાણુ રિએક્ટર-CIRUS એ કર્યું હતું. આ પહેલા ભારતીય અધિકારીઓ કેનેડાને વારંવાર આશ્વાસન આપ્યું હતું કે સરકારનો હેતુ હથિયાર બનાવવાનો નથી.

પોખરણ પરિક્ષણ બાદ કેનેડાના વડાપ્રધાન ટ્રુડઓએ ભારતના વડાપ્રધા ઇન્દિરા ગાંધીને આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે પરમાણુ પરિક્ષણની સ્થિતિમાં કેનેડા તમામ પરમાણુ મદદની સાથે તમામ આર્થિક મદદ બંધ કરીશું. અમેરિકાના જર્નલ સ્ટ્રેટેજીક એનાલિસિસ અનુસાર અમેરિકાના દબાવમાં આવીને કેનેડાએ પત્ર લખી ભારત પાસે માહિતી માંગી કે રાજસ્થાનમાં ક્યાં વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો અને કેનેડાએ જે સંસાધનો અને સમાગ્રી પુરી પાડી હતી તેનો ઉપયોગ ક્યાં કર્યો હતો?

તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પત્રનો જડબાતોડ જવાબ આપતા કેનેડાની માગ નકારી કાઢી અને કહ્યું બંને સરકાર દ્વારા કરવામાં આવેલા કરાર પરસ્પર છે તેમાં એરતરફી ફેરફાર કરી શકાય નહીં. આ પરિસ્થિતિમાં અમારા વિચારોમાં કોઇ કાલ્પનિક આકસ્મિક ઘટનાના આધાર પર આ કરારને કોઇ વિશેષરૂપથી વ્યાખ્યાયિત કરવી જોઇએ નહીં.

ઇન્દિરા ગાંધીના આકરા વલણ અને હાજરજવાબી વલણથી કેનેડા સ્પષ્ટ થઇ ગયું કે ભારત કોઇ કરારનો ભંગ કર્યો નથી. જોકે, 18 મે 1974માં ભારતના પરમાણુ પરીક્ષણ પર કેનેડાની આકરી પ્રતિક્રિયા સામે આવી હતી. કેનેડાએ કહ્યું કે ભારતના પરીક્ષણે પરમાણુ પરીક્ષણો અને પરમાણુ હથિયારના પ્રસારને રોકવાના આતંરરાષ્ટ્રીય પ્રયાસોને કેટલાય વર્ષ પાછળ ધકેલું દીધુ છે. ભારતને કેનેડાના આ વલણને સ્વીકાર્યું નહતું.

ભારત સરકારના જવાબથી લાલચોળ થઇ ગયેલા કેનેડાએ ધમકીઓને અમલમાં મુકવાનું શરૂ કરી દીધુ. કેનેડાએ ભારત સાથે તમામ પરમાણુ સહયોગ બંધ કરી ધીધો. 1970ના દાયકાના અંત સુધી ભારતના પરમાણુ ઉર્જા વિકાસ કાર્યક્રમ પર એક રીતે બ્રેક લાગી ગઇ. ત્યાર બાદ પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં આત્મનિર્ભતાની નીતિ અપનાવી અને 24 વર્ષ બાદ બીજો પોખરણ વિસ્ફોટ થયો ત્યારે દુનિયા સન્ન રહી ગઇ હતી.

પિયર ટ્રુડો 1968થી 1979 અને 1980થી 1984 સુધી કેનેડામાં સત્તા પર હતા. આ સમયગાળા દરમિયાન ભારતમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. ઈન્દિરા ગાંધીએ પિયર ટ્રુડો પાસે ખાલિસ્તાની આતંકવાદી અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના સ્થાપક તલવિંદર સિંહ પરમારને ભારતને પ્રત્યાર્પણ કરવાની માગ કરી હતી. કેનેડાએ તલવિંદર સિંહને આશ્રય આપ્યો હતો.

પિયર ટ્રુડોએ ચોક્કસ અરજી પર તલવિંદર સિંહને ભારતને પ્રત્યાર્પણ કરવાનો ઈનકાર કર્યો હતો. તલવિંદર સિંહ પરમારે એક મોટું કાવતરું ઘડ્યું અને આયર્લેન્ડ નજીક એર ઈન્ડિયાના વિમાન પર જોરદાર બોમ્બ વિસ્ફોટ કર્યો, જેમાં 331 મુસાફરો માર્યા ગયા.

તલવિંદર સિંહ પરમાર પર 1981માં પંજાબ પોલીસના બે અધિકારીઓની હત્યાનો આરોપ હતો અને 1983માં જર્મનીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 1984માં રિલીઝ થયો હતો. ત્યાર બાદ તે તરત જ કેનેડા પરત ફર્યો હતો. ત્યાથી તલવિંદર સિંહ પાકિસ્તાનથી ભારતમાં ઘૂસ્યો હતો, પરંતુ પંજાબ પોલીસે તેને મારી નાખ્યો હતો.

ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલા નવા વિવાદમાં પણ આ ઘટનાક્રમ સાથે જોડાયેલી છે. ખાલિસ્તાનના સમર્થકોએ 6ઠ્ઠી જુનના રોજ બ્રેમ્પટન શહેરમાં ઓપરેશન બ્લુ સ્ટારની વરસી ઉજવી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો લોહીથી લથપથ પુતળુ રાખી ઉજવણી કરી હતી. પુતળા પર બે શીખએ બંદૂક તાણી રાખી હતી.

પોસ્ટર પર લખ્યું હતુ ‘દરબાર સાહિબ પર હુમલાનો બદલો’. ખાલિસ્થાની સમર્થકોએ તે દિવસે પાંચ કિલોમીટર લાંબો રોડ શો કાઢ્યો હતો, તેમાં ગાડીઓ પર ઇન્દિરા ગાંધીની હત્યા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા. ભારતે તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી.

આ ઘટનાના થોડા દિવસો બાદ 18 જૂનના રોજ દસ લાખના ઇનામી આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગુરૂદ્વારા બહાર ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડાએ આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.