Ukraine Crisis/ રશિયાએ મોસ્કવાના વિનાશનો લીધો બદલો, મિસાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ઉડાવાયો

રશિયાએ એક નિશ્ચિત વ્યૂહરચના હેઠળ નેપ્ચ્યુન મિસાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને નિશાન બનાવ્યું છે. એવી માહિતી છે કે યુક્રેનની તરફથી આ મિસાઈલથી…

Top Stories World Trending
Russia took revenge for the destruction of Moskva

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. યુદ્ધમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે રશિયન યુદ્ધ જહાજ મોસ્કવા યુક્રેન દ્વારા નાશ પામ્યું. હવે રશિયા તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેનાએ કિવમાં મિસાઈલ હુમલો કર્યો છે. નેપ્ચ્યુન મિસાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને પણ ઉડાવી દેવામાં આવ્યો છે.

હવે રશિયાએ એક નિશ્ચિત વ્યૂહરચના હેઠળ નેપ્ચ્યુન મિસાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને નિશાન બનાવ્યું છે. એવી માહિતી છે કે યુક્રેનની તરફથી આ મિસાઈલથી રશિયન યુદ્ધ જહાજ નષ્ટ થઈ ગયું છે. આવી સ્થિતિમાં યુક્રેન ભવિષ્યમાં ફરી હુમલો ન કરી શકે તેથી પ્લાન્ટને સીધો જ ઉડાવી દેવામાં આવ્યો છે.

આધુનિક યુદ્ધ જહાજ મોસ્કવા હતું

મોસ્કવા એ રશિયાનું આધુનિક યુદ્ધ જહાજ હતું જે એકસાથે 16 મિસાઈલો લઈ જવા માટે સક્ષમ હતું. મોસ્કવાના વિનાશથી કાળા સમુદ્રમાં રશિયાની લશ્કરી ક્ષમતા પર નોંધપાત્ર અસર પડી છે. મોસ્કોવાનું ડૂબવું એ રશિયાની પ્રતિષ્ઠા પર હુમલો છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાનું અત્યાર સુધીનું આ સૌથી મોટું નુકસાન છે