Not Set/ #વરસાદ : રાજ્યભરમાં સર્વત્ર વરસાદની સાથે વધુ વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા ચોતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ચોમાસુ ખૂબ સારી રીતે જોર પકડી ચુક્યું છે. રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, વલસડા, તાપી અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. તો નદીઓ ગાંડીતૂર બની છે. બનાસકાંઠામાં ખેતરોમા પાણી ભરાયા […]

Top Stories Gujarat
heavyrain e1561525115427 #વરસાદ : રાજ્યભરમાં સર્વત્ર વરસાદની સાથે વધુ વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા ચોતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ચોમાસુ ખૂબ સારી રીતે જોર પકડી ચુક્યું છે. રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, વલસડા, તાપી અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. તો નદીઓ ગાંડીતૂર બની છે. બનાસકાંઠામાં ખેતરોમા પાણી ભરાયા હોવાની સ્થિતિ સામે આવી છે. રાજકોટમાં મેઘો મન મુકીને વરસતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

જુઓ  વરસાદની આગાહીનો સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

રાજ્યમાં આગામી હજુ પાંંચ દિવસ માટે કદાચ સૂરજ દેવનાં દર્શન નહીં થઇ શકે તેવી શક્યતા જોવામા આવી છે. હવામાન વિભાગ દ્રારા વધુ ચાર દિવસ રાજ્યભરમાં સારો વરસાદ નોંધવામાં આવશે તેવી આગાહી કરી દેવામા આવી છે. ગુજરાત પર એકથી વધુ સાયક્લોનીક પ્રેસર મંડરાઇ રહ્યા હોવાના કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોધવામા આવશે. તમામ પરિસ્થિતીને ધ્યાને રાખી સરકારી તંત્ર પણ સાબદુ થયુ છે અને રાહત અને બચાવ ટીમો સ્ટેન્ડ બાય રાખવામા આવી છે.

જુઓ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીનો સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

જો રાજ્યભરમાં વરસાદની વાત કરવામા આવે તો રાજ્યનાં કુલ 220 તાલુકામાં સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ પાછલા 24 કલાકમાં 1 ઇંચથી લઇને 8/9 ઇંંચ વરસાદ નોંઘવામા આવ્યો છે. દ્વારકાનાં ખંભાળીયા અને આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં મેઘો મન મુકીને વરસ્યો હોય તેમ 9 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

જુઓ રાજ્યમાં 220 તાલુકામાં વરસાદનો સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.