બદનક્ષીનો દાવો/ પૂર્વ IPS વણઝારાની તરફેણમાં અપાયો ચૂકાદો

ડી.જી. વણઝારા એ કોર્ટમાં તત્કાલીન સમયે કેસ દાખલ કર્યો હતો. મિડિયા હાઉસને રૂ.15 કરોડનું વળતર ડી.જી.વણઝારાને ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
વણઝારા

ગુજરાત સરકારના પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારા ની તરફેણમાં અમદાવાદ સિવિલ કોર્ટે ચૂકાદો આપ્યો છે. એક મિડિયા હાઉસે તેઓની વિરૂદ્ધમાં ડી.જી. વણઝારા ની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતાં સમાચારનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અંગે ડી.જી.વણઝારાએ અમદાવાદ સિવિલ કોર્ટમાં તત્કાલીન સમયે કેસ દાખલ કર્યો હતો. મિડિયા હાઉસને રૂ.15 કરોડનું વળતર ડી.જી.વણઝારાને ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે આ કેસમાં મિડિયા હાઉસ દ્વારા કેસ પરત ખેંચાવવા અનેકવિધ પ્રયાસ થયા હતા. પરંતુ ડી.જી.વણઝારાએ મક્કમતા દાખવી કેસ પરત ખેંચવા ઇન્કાર કર્યો હતો. દરમિયાન આ અંગે અમદાવાદ સિવિલ કોર્ટે ચૂકાદો આપી બદનક્ષીનાકેસમાં ડી.જી.વણઝારાની તરફેણમાં ચૂકાદો આપ્યો છે.

બનાવની વિગત એવી છે કે ડી.જી.વણજારા 1997માં જ્યારે જુનાગઢ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે એક મીડિયા હાઉસે તેમની પ્રતિષ્ઠાને હાને પહોંચે એવા બદનક્ષીયુક્ત સમાચાર છાપ્યા હતા. તેથી વણઝારાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, જુનાગઢની કોર્ટમાં તારીખ 10/12/1997ના રોજ ફોજદારી કેસ પ્રમાણે ગુનો દાખલ કરાવ્યો હતો. આ બાબતે ડી. જી.  વણઝારાનું કહેવું છે કે, જે તે મીડિયા હાઉસે તેમને કેસ પરત ખેંચવા માટે યેનકેન પ્રયત્નો કરેલા પરંતુ તેમને આ કેસ પરત ખેંચ્યો નહીં અને બીજા બે કેસમાં પણ વધુ ફરિયાદો દાખલ કરી હતી. ૨૩ વર્ષ સુધી આ લડાઈ ચાલુ રાખી અને એક લાંબા સંઘર્ષ બાદ વણઝારાને ન્યાય મળ્યો હોય તેમ તેમનું કહેવું છે. પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારાએ વધુમાં કહ્યું હતું કે, આ કેસને સફળ બનાવવા માટે વકીલ હિંમતનગરના પ્રકાશ સોની અને અમદાવાદના તુષાર પંડ્યાએ ખૂબ જહેમત ઉઠાવેલ. આજે તેમની મદદથી તે મીડિયા હાઉસને 15 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : તાપીમાં ડૂબેલા બાળકો કેસમાં નવો વણાંક : કોઈ કહે બાળકો ડૂબ્યાં તો કોઈને ડૂબાડયા હોવાની શંકા