Not Set/ નવજાત બાળકનાં મોત બાદ હાર ન માનતા ડોક્ટરની ટીમે 40 મિનિટ બાદ કરી બતાવ્યો ચમત્કાર, બચાવ્યો જીવ

મેડિકલ સાયન્સને ચેલેન્જ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યા ડોક્ટર એક નવજાત બાળકને મોતનાં મોઢામાંથી પાછા લઇને આવ્યા છે. ત્રણ અઠવાડિયાની ઈનાયા હ્રદયની બિમારીથી પીડાઇ રહી હતી. જેને લઇને ડોક્ટરની ટીમે તેનું ઓપરેશનનો વિચાર કર્યો જે દરમિયાન તેને હાર્ટ એટેક આવી ગયો. આપને જાણીને નવાઇ લાગશે કે આ બાળકીને અચાનક એટેક આવી ગયો હતો […]

Top Stories India Uncategorized
નવજાત બાળકનાં મોત બાદ હાર ન માનતા ડોક્ટરની ટીમે 40 મિનિટ બાદ કરી બતાવ્યો ચમત્કાર, બચાવ્યો જીવ

મેડિકલ સાયન્સને ચેલેન્જ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યા ડોક્ટર એક નવજાત બાળકને મોતનાં મોઢામાંથી પાછા લઇને આવ્યા છે. ત્રણ અઠવાડિયાની ઈનાયા હ્રદયની બિમારીથી પીડાઇ રહી હતી. જેને લઇને ડોક્ટરની ટીમે તેનું ઓપરેશનનો વિચાર કર્યો જે દરમિયાન તેને હાર્ટ એટેક આવી ગયો. આપને જાણીને નવાઇ લાગશે કે આ બાળકીને અચાનક એટેક આવી ગયો હતો અને અંદાજે 40 મિનિટ સુધી તેનું હ્રદય ધબકવાનું બંધ થઇ ગયુ હતુ. તેમ છતા ડોક્ટરની ટીમે હાર ન માની અને બાળકીનાં હાર્ટનું મસાજ કરતા રહ્યા. સતત મસાજ કર્યા બાદ તેનું હ્રદય ફરી ધબકવા લાગ્યુ અને ડોક્ટરની ટીમે રાહતનો શ્વાસ લીધો. ઘટના દિલ્હીનાં ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલની છે.

બાળકીને જે બિમારી છે તેનું નામ ઓમેલસ લેફ્ટ કોરોનરી આર્ટીર ફ્રોમ ધ પલ્મોનરી આટ્રી છે. સામાન્ય રીતે ડાભી અને જમણી રક્તવાહિની મહાધમની કહેવાતી Aortaથી નિકળે છે. આ માનવીનાં શરીરની સૌથી મોટી રક્ત ધમની છે. તે હ્રદયને લોહીની સાથે સાથે ઓક્સિજન પણ પહોચાડે છે. ઈનાયાનાં કેસમાં હ્રદયની ડાભી ધમની પલ્મોનરી ધમનીમાંથી નિકળતી હતી જે ઓક્સિજન વિનાની હવા હ્રદયને પહોચાડી રહી હતી. આ તકલીફને કારણે તેની માંસપેશી ફેલાવા માંડી હતી. મિટ્રલ વાલ્વ જે લોહીને હ્રદયનાં ઉપરનાં ચેમ્બરથી નીચેના ચેમ્બરમાં પહોચાડે છે તે હ્રદયની ડાભી બાજુથી લીક થવા માંડ્યા હતા. ઈનાયાનાં માતા-પિતા આ સર્જરી માટે રૂપિયા ભેગા કરી શકે તે પહેલા બાળકીને એટેક આવી ગયો હતો. આ સમગ્ર સર્જરીમાં છ કલાકનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેને ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ ડોક્ટરનાં તપાસ કર્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન