Accident/ છત્તીસગઢના કોરબામાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા 7 લોકોના મોત,અનેક ઘાયલ

કોરબા જિલ્લાના પોંડી ઉપોરડાના નેશનલ હાઈવે 130 પર રાયપુરથી સીતાપુર જઈ રહેલી હાઈસ્પીડ બસ મડાઈના ઉભેલા ટ્રેલર સાથે ધડાકેભેર અથડાઇ હતી.

Top Stories India
9 18 છત્તીસગઢના કોરબામાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાતા 7 લોકોના મોત,અનેક ઘાયલ

છત્તીસગઢના કોરબા જિલ્લામાં  બસ પાર્ક કરેલા ટ્રેલર વાહન સાથે વહેલી સવારે ધડાકેભેર  અથડાઈ હતી. આ ગમખ્વાર અક્સમાતમાં સાત લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોરબા જિલ્લાના પોંડી ઉપોરડાના નેશનલ હાઈવે 130 પર રાયપુરથી સીતાપુર જઈ રહેલી હાઈસ્પીડ બસ મડાઈના ઉભેલા ટ્રેલર સાથે ધડાકેભેર અથડાઇ હતી.

ઘટના અંગે માહિતી આપતા કોરબા જિલ્લાના એસપી સંતોષ કુમારે  જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 4 વાગ્યે બની હતી. મડાઈ ઘાટ નજીક પાર્ક કરેલા ટ્રેલર સાથે બસ અથડાઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં 3 પુરૂષો, 2 મહિલા અને બે બાળકોના મોત થયા છે. દુર્ઘટનામાં ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.