Not Set/ અંજાર : દિવ્યાંગો માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ડોક્ટર રહ્યા ગેરહાજર, ભારે રોષનો સર્જાયો માહોલ

સરકારી વિભાગો તથા સરકારી અધિકારીઓ માત્ર રેકર્ડ પર કામગીરી બતાવવા ખાતર વિવિધ યોજના અંતર્ગત આયોજન કરતા હોય છે, તેવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જ્યા દિવ્યાંગો માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ડોક્ટરની કોઇ ટીમ દેખાઇ નહોતી. અહી માત્ર એક જ ડોક્ટર દેખાયા હતા, તેમના સિવાય અન્ય કોઇ ડોક્ટર અહી હાજર ન રહેતા દિવ્યાંગોને ધરમ […]

Top Stories Gujarat
Anjar doctor અંજાર : દિવ્યાંગો માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ડોક્ટર રહ્યા ગેરહાજર, ભારે રોષનો સર્જાયો માહોલ

સરકારી વિભાગો તથા સરકારી અધિકારીઓ માત્ર રેકર્ડ પર કામગીરી બતાવવા ખાતર વિવિધ યોજના અંતર્ગત આયોજન કરતા હોય છે, તેવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જ્યા દિવ્યાંગો માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં ડોક્ટરની કોઇ ટીમ દેખાઇ નહોતી. અહી માત્ર એક જ ડોક્ટર દેખાયા હતા, તેમના સિવાય અન્ય કોઇ ડોક્ટર અહી હાજર ન રહેતા દિવ્યાંગોને ધરમ ધક્કા ખાવાની ફરજ પડી હતી.

અંજારમાં દિવ્યાંગો માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં તપાસનાં નામે તૂત કરી હેરાન કરવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. જ્યા માત્ર એક ડોક્ટર હાજર રહેતા દિવ્યાંગોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો, જેને લઇને તેઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે વિશેષ જાણકારી આપતા પ્રમુખ જગદીશ વિરડાએ કહ્યુ કે, અંજાર બીઆરસી ભવનમાં બીઆરસી શિક્ષણ વિભાગ અંજાર અને મેડિકલ વિભાગ ભુજ જી.કે. હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમા અંદાજે 130થી વધુ બાળકો તેમના વાલીઓ સાથે આવ્યા હતા. પરંતુ અહી તેમનુ આવવુ જાણે વ્યર્થ જ રહ્યુ હતુ. કારણ કે અહી માત્ર મગજનાં ડોક્ટર તથા ઓડિયોલોજીસ્ટ જ ચકાસણી માટટે આવ્યા હતા, તેમના સિવાય કોઇ ડોક્ટરની ટીમ આવી નહોતી. બીજી તરફ સવારથી બપોર સુધી તડકામાં ભૂખ્યા અને તરસ્યા આવેલા દિવ્યાંગો ખૂબ હેરાન પરેશાન થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન