ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 15 જૂન સુધીમાં Advance tax collection ડાયરેકટ ટેક્ષ કલેકશન 36 ટકા વધીને 3.79 લાખ કરોડ રૂપિયા થયું છે. કંપનીઓ અને વ્યકિતગત કરદાતાઓ પાસેથી એડવાન્સ ટેક્ષ મળવાના કારણે ડાયરેકટ ટેક્ષ કલેકશન વધ્યું છે. ટેક્ષ કલેકશનમાં વધારાથી કંપનીઓના પ્રદર્શન સુધરવાના અને આર્થિક વૃધ્ધિ ઝડપી બનવાના સંકેતો મળે છે.
નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસીકમાં (1એપ્રિલથી 30 જૂન) સમયગાળામાં Advance tax collection સરકારને 1.16 લાખ કરોડ રૂપિયાંનો એડવાન્સ ટેક્ષ મળ્યો છે. તેમાં એડવાન્સ કોર્પોરેટ ટેક્ષ 92,173 કરોડ અને એડવાન્સ વ્યકિત આવકવેરો 23,513 કરોડ રૂપિયા હતો.એડવાન્સ ટેક્ષનો પહેલો હપ્તો જમા કરાવવાની અંતિમ તારીખ 15 જૂન હતી. ટેક્ષ કલેકશન વધવામાં એડવાન્સ ટેક્ષ ઉપરાંત ટીડીએસનો પણ મોટો હીસ્સો હતો. ટીડીએસના રૂપમાં લગભગ 2.69 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.
ટેક્ષ કલેકશનના આંકડાઓનું વિશ્લેષણ કરતા ખબર પડે Advance tax collection છે કે 1એપ્રિલથી 15 જૂન સુધીમાં ચોખ્ખો ડાયરેકટ ટેક્ષ 35.32 ટકા વધીને 3.78 લાખ કરોડ રૂપિયા રહ્યો છે, જે નાણાંકીય વર્ષ 2023ના એ જ સમય ગાળામાં 2.80 લાખ કરોડ રૂપિયા હતો.
કુલ ટેક્ષ કલેકશન (રીફંડ ઘટાડયા વગર) લગભગ 4.18 લાખ કરોડ Advance tax collection રૂપિયા રહ્યું છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 39390 કરોડ રૂપિયાના રિફંડ ઇસ્યુ કરી ચૂકયા છે. પ્રતિભૂતિ લે-વેચ કરસંગ્રહ પણ 4,731 કરોડ રૂપિયા રહ્યો છે. આ ઉપરાંત ડિવિડન્ડ વિતરણ કર પણ 908 કરોડ રૂપિયા મળ્યો છે. સોમવારે બેંકો તરફથી વધુ માહિતી પ્રાપ્ત થશે ત્યારે આંકડો વધવાની ધારણા છે,” એક અધિકારીએ જણાવ્યું હતું.
એડવાન્સ ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ અન્ય ઉચ્ચ-આવર્તન ડેટા જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન, કારનું વેચાણ અને ઇંધણ વપરાશ સૂચવે છે જે સૂચવે છે કે ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક વૃદ્ધિ ધીમી વચ્ચે અર્થતંત્ર મજબૂત રીતે પકડી રહ્યું છે.
આ પણ વાંચોઃ Hem Radio/ મોબાઇલ પણ બંધ પડી જાય છે ત્યારે હેમ રેડિયો કઈ રીતે કામ કરે છે તે જાણો
આ પણ વાંચોઃ Biparjoy Cyclone/ બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની
આ પણ વાંચોઃ દ્વારકા મંદિર/ ‘બિપરજોય’ના કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ હતું, હવે ફરી ખોલાયા દ્વાર
આ પણ વાંચોઃ માનવતાની મહેક/ શેલ્ટરહોમમાં રહેનારાઓ માટે પોરબંદરવાસીઓએ ગણતરીના કલાકોમાં ફૂડ પેકેટ તૈયાર કરી આપ્યા
આ પણ વાંચોઃ બિપરજોય/ પોરબંદરમાં સરકારના આગોતરા આયોજનના લીધે નુકસાન ટળ્યુઃ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી