ચોરી/ સુરત પોલીસની ફરાર ગુનેગારોને પકડવાની ડ્રાઇવમાં મોબાઇલ ચોર પકડાયા

સુરતની મહીધરપુરા પોલીસને ભરૂચ, ઝાડેશ્વર ખાતેથી મોબાઇલ ફોનની ચોરી કરી તેનું વેચાણ સુરત ખાતે કરવા આવતા બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ ઈસમો પાસેથી 6 મોબાઇલ પણ મહીધરપુરા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત ઉપરાંત સુરત આસપાસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને પકડવાની એક જ ડ્રાઇવ પણ પોલીસ દ્વારા યોજવામાં આવી છે. ત્યારે સુરતની મહીધરપુરા પોલીસને ભરૂચ, ઝાડેશ્વર ખાતેથી મોબાઇલ ફોનની ચોરી કરી તેનું વેચાણ સુરત ખાતે કરવા આવતા બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ ઈસમો પાસેથી 6 મોબાઇલ પણ મહીધરપુરા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.

મહિધરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે, ભરૂચ, ઝાડેશ્વર ખાતેથી મોબાઇલ ફોનની ચોરી કરી આ ચોરી કરવામાં આવેલા મોબાઈલ ફોનને બે ઇસમો સુરત વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે આ બાતમીના આધારે મહીધરપુરા પોલીસ દ્વારા હીરાલાલ ઉર્ફે ગુડ્ડુ વર્મા અને કમલ પરમાર નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને હીરાલાલ અને કમલ પરમાર પાસેથી ચોરીના 6 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. આ 6 મોબાઈલના મુદ્દામાલની કિંમત 55 હજાર રૂપિયા થાય છે. આ બંને ઇસમોએ આ મોબાઈલ ભરૂચ ઝાડેશ્વરની ગુલિસ્તાન હોટલ ખાતેથી ચોરી કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બે આરોપીની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ આરોપીની એમઓ એવી હતી કે, આરોપી હીરાલાલ અગાઉ જ્યાં નોકરી કરતો હતો તે જગ્યા પર રાત્રિના સમયે કમલ સાથે જતો હતો અને આર્થિક લાભ માટે મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. હાલ મહીધરપુરા પોલીસ દ્વારા બાતમીના આધારે બંને આરોપીને ચોરીના 6 મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો